અમદાવાદ : કન્સ્ટ્રક્શન સાઇટ પર મચ્છરોના બ્રીડિંગ મળ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-08-07 16:29:15
  • Views : 193
  • Modified Date : 2024-08-07 16:29:15

અમદાવાદના શિવ આશિષ સ્કૂલની ઓફિસ સીલ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની તપાસમાં મચ્છરોના બ્રીડિંગ મળતા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેના પગલે ઓફિસ સીલ કરવામાં આવી છે. સ્કૂલના 3 વિદ્યાર્થીઓને ડેન્ગ્યુ થતા જ તંત્રએ તપાસ કરી હતી.ઓફિસને સીલ કરાતા સ્કૂલના આચાર્યએ બચાવ કર્યો હતો. છોડના કુંડાની ટ્રેમાં પાણી ભરાવવાના કારણે મચ્છર થયા હોવાનું સામે આવ્યુ છે. કેમ્પસમાં ગ્રીનરી હોવાના કારણે મચ્છર થયા હોવાનું સામે આવ્યુ છે. જો આ શાળાની માત્ર ઓફિસ સીલ કરવામાં આવી છે. આખે આખી શાળા સીલ કરવામાં નથી આવી.વડોદરા શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધ્યો છે. જેના પગલે આરોગ્ય વિભાગે 16 હજાર 888 મકાનોમાં ફોગિંગ કરવામાં આવ્યુ છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર મચ્છરોના બ્રીડિંગ મળતા તંત્રએ નોટિસ ફટકારી છે.

Download Our B K News Today App



Related News