અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટમાં 17મા વર્ષે માત્ર 6.5 કિમીનું જ કામ થયું, પ્રોજેક્ટ કોસ્ટ 3500 કરોડથી વધીને 12787 કરોડ સુધી પહોંચી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-14 11:54:40
  • Views : 382
  • Modified Date : 2020-09-14 11:54:40

   નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાંથી એક એવો ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે દોડનારી મેટ્રો રેલનો પ્રોજેક્ટ અનેક અડચણોને કારણે હજુ પૂર્ણ થઈ શક્યો નથી, લાંબો સમય થવા છતાં માત્ર 6.5 કિમી જેટલો જ રૂટ બનાવીને ઓપરેશન શરૂ કરી શકાયું છે. અમદાવાદમાં મેટ્રો રેલની યોજના 2003નો પ્રોજેક્ટ વિચારણામાં આવ્યો હતો, જેને 17 વર્ષ થઈ ગયાં છે. મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ શરૂ થયા પછી પણ ચાર વર્ષનો અક્ષમ્ય વિલંબ થઈ રહ્યો છે. 2003માં જ્યારે મેટ્રો રેલનો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો ત્યારે પ્રોજેક્ટની કોસ્ટ 3500 કરોડ નિર્ધારિત કરવામાં આવી હતી. મેટ્રો પ્રોજેક્ટ શરૂ થાય એ પહેલાં જ ગુજરાત સરકારને કેન્દ્ર સરકારની સૂચના હતી કે મેટ્રો રેલનું કામ 2018માં પૂર્ણ થઈ જવું જોઈએ, પરંતુ અત્યારસુધીમાં માત્ર સાડાછ કિલોમીટરની મેટ્રો રેલ શરૂ થઈ શકી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2019માં લોકસભાની ચૂંટણી સમયે મેટ્રો ટ્રેનમાં બેસીને ચૂંટણીપ્રચાર કરવાના હતા, પરંતુ તેમની આ ઇચ્છા અધૂરી રહી હતી.બીજી વખત જ્યારે 2007માં આ પ્રોજેક્ટ આગળ વધારવાની ચર્ચા થઈ ત્યારે પ્રોજેક્ટ કોસ્ટ રૂ. 8 હજાર કરોડ થવાની હતી. 2017માં મેટ્રો રેલના પ્રોજેક્ટની કોસ્ટ રૂ. 10773 કરોડ નિર્ધારિત કરવામાં આવી હતી, પરંતુ હવે વિલંબ થતાં પ્રોજેક્ટની કોસ્ટ વધીને રૂ. 12787 કરોડ થઈ ચૂકી છે. આ પ્રોજેક્ટમાં જેટલો વિલંબ થાય છે તેટલો ખર્ચ વધી રહ્યો છે. હવે મેગા કંપનીએ સપ્ટેમ્બર 2022માં અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ પૂર્ણ કરાવવાનો દાવો કર્યેા છે. ગુજરાતમાં ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે મેટ્રો રેલ દોડવાની હતી. અમદાવાદમાં જ હજુ મેટ્રો રેલના ઠેકાણાં નથી. ત્યારે ગાંધીનગરમાં મેટ્રો રેલ ક્યારે શરૂ થશે એ અનિશ્ચિત છે. હાલ ગાંધીનગરના માર્ગેાની મેટ્રો રેલની કોસ્ટ રૂ. 6700 કરોડ અંદાજવામાં આવી છે, પરંતુ જો એમાં પણ વિલંબ થશે તો આ કોસ્ટ વધીને રૂ. 10 હજાર કરોડ થવાની સંભાવના છે. ગાંધીનગર મેટ્રો માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે તેમ છતાં પ્રોજેક્ટ અંગે કોઈ કામ શરૂ થયાં નથી. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સમીક્ષા બેઠકો કરે છે, પરંતુ કામમાં ઝડપ આવતી નથી.

Download Our B K News Today App



Related News