અમદાવાદ મેટ્રોને એક જ વર્ષમાં 45.31 કરોડની રેકોર્ડ બ્રેક આવક થઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-21 17:59:23
  • Views : 71
  • Modified Date : 2025-04-21 17:59:23

અમદાવાદ મેટ્રો ટ્રેનમાં તારીખ 31 માર્ચ સુધીનાં 12 માસમાં 4.1 કરોડ મુસાફરોએ મુસાફરી કરી હતી. જેના થકી મેટ્રોને 45.31 કરોડની જંગી વાર્ષિક આવક થવા પામી છે.

જે અત્યાર સુધીની સૌથી વધુ આવક માનવામાં આવી રહી છે. મહત્ત્વનું છે કે, મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાતી મેચને કારણે પણ મેટ્રોને ઘણી આવક થાય છે. વર્ષ 2024ના એપ્રિલ મહિનામાં 28.51 લાખ મુસાફરોએ મેટ્રોની મુસાફરી કરી હતી.

મે મહિનામાં 31.23 લાખ, જુન માસમાં 28.12 લાખ, જુલાઇમાં 32.16 લાખ, ઓગષ્ટમાં 31.76 લાખ, સપ્ટેમ્બરમાં 35.88 લાખ, ઓક્ટોબરમાં 35.05 લાખ, નવેમ્બરમાં 31.13 લાખ, ડિસેમ્બરમાં 35.89 લાખ તેમજ વર્ષ 2025માં જાન્યુઆરીમાં 40.22 લાખ, ફેબ્રુઆરીમાં 34.49 લાખ અને માર્ચમાં 36.31 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી. જેથી મેટ્રો ટ્રેનને 45 કરોડથી વધુની આવક થઈ છે.

Download Our B K News Today App



Related News