અમદાવાદ : ખૂબસૂરત યુવતી સોશિયલ મીડિયા પર દોસ્તી કરી કોલ કરે તો રિસીવ કરતાં પહેલાં ચેતજો, ન્યૂડ થઈને વીડિયો ઉતારે છે, પૈસા પણ પડાવશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-25 11:21:30
  • Views : 489
  • Modified Date : 2021-06-25 11:21:30

    જો તમને કોઈ સોશિયલ મીડિયા પર કોઈ ખૂબસૂરત યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ આવે તો એક્સેપ્ટ કરતાં પહેલાં 100 વાર વિચારજો. આ પ્રકારની ઠગ ટોળકી તમને ઓનલાઈન ઈન્ટિમસી ઓફર કરશે અને એમાં ફસાવીને લાખો રૂપિયાનો ચૂનો ચોપડી દેશે. જો પૈસા ન આપો તો તમારી અશ્લીલ હરકતોનું સ્ક્રીન-રેકોર્ડિંગ કરીને સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેશે. આમ, એક અજાણી ફ્રેન્ડ રિકવેસ્ટ સામાજિક પ્રતિષ્ઠાને અથવા તો આર્થિક નુકસાન પહોંચાડી શકે છે.

    રાજ્યમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી સોશિયલ મીડિયા દ્વારા ફસાવીને પૈસા પડાવવાના કિસ્સાઓ વધી રહ્યા છે. યુવતી તરીકે ઓળખ આપી ઓનલાઈન ઈન્ટિમસીની લાલચ આપી બ્લેકમેઈલ કરીને મસમોટી રકમની માગણી કરવામાં આવે છે. એમાં પણ તાજેતરમાં તો આ પ્રકારના કિસ્સાઓમાં ખૂબ વધારો થયો છે, જેમાં નેતાઓ, વેપારીઓ અને સરકારી અધિકારીઓ ફસાઈ ચૂક્યા છે. અમદાવાદ સાયબર ક્રાઈમ સેલને 6 મહિનામાં જ આ પ્રકારની 500થી વધુ ફરિયાદો મળી છે.થોડા દિવસ પહેલાં બારડોલીમાં તો સુંદર અને સેક્સી યુવતીઓની જાળમાં વેપારીથી લઈ રાજકારણી ફસાયા હતા. બારડોલીના એક વેપારીની સોશિયલ મીડિયા પર અજાણી યુવતી સાથે મિત્રતા થઈ અને બાદમાં યુવતીએ વિડિયો-કોલ કરી તેની સાથેની બીભત્સ હરકતો રેકોર્ડ કરી બ્લેકમેઇલ કર્યા હતા. યુવક આ હરકતથી ગભરાઈ જઈ નંબર બ્લોક કરતાં જ યુવતીએ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કરી યુવકને બદનામ કરતાં આખરે યુવકે બારડોલી પોલીસમાં ફરિયાદ કરી હતી.

    આ વેપારી યુવકે આપેલી લેખિત ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત 13 મેના રોજ યુવકની સોશિયલ મીડિયાના આઈડી પર યુવતીનો મેસેજ આવ્યો હતો. ત્યાર બાદ અજાણી યુવતી સાથે વાતચીત શરૂ થઈ હતી. થોડી વાતચીત બાદ 15 મેના રોજ યુવતીનો વીડિયો-કોલ આવ્યો, આ દરમિયાન યુવતીના બીભત્સ ચેનચાળા જોઈ યુવકે પણ બેકાબૂ બની વીડિયો-કોલમાં હરકત કરી હતી. આ અંગત પળોનું વીડિયો-રેકોર્ડિંગ યુવતીના ફોનમાં થઈ ગયું હતું. યુવતીએ આ વીડિયો-રેકોર્ડિંગથી બ્લેકમેઇલિંગ કરવાનું શરૂ કરતાં યુવક ગભરાઈ ગયો હતો. યુવકે જે નંબરથી ફોન આવ્યો હતો એેને બ્લોક કરી દેતાં યુવતીએ વીડિયો વાઇરલ કરી દીધો હતો. બારડોલી પોલીસમાં ફરિયાદ કરી હતી.

    આ અંગે પૂર્વ સભ્યએ જણાવ્યું હતું કે તેઓ 11 જૂનના રોજ પોતાના બાથરૂમમાં હતા, ત્યારે તેમના મોબાઈલ પર વીડિયો-કોલ આવ્યો હતો. આ વીડિયો-કોલ ઉપાડતાં જ સામે છેડે નગ્ન હાલતમાં મહિલા દેખાઈ હતી. આ વીડિયો-કોલ કરનારી વ્યક્તિએ સ્ક્રીન-રેકોર્ડિંગ કર્યા બાદ તેને એડિટિંગ કરીને મારો ક્ષોભજનક વીડિયો બનાવી દીધો હતો. ત્યાર બાદ એ વીડિયો મને મોકલીને મારી પાસેથી રૂા.50 હજારની માગણી કરી હતી. આ રીતે મારો એડિટેડ વીડિયો જોઈને મેં અને મારા પરિવારે આ વીડિયો બનાવનારને ઘણો ધમકાવ્યો છે.

    ન્યૂડ વીડિયો-રેકોર્ડ કરી ખંડણી ઉઘરાવતી આ પ્રકારની ટોળકી પોતાને મહિલા તરીકે ઓળખ આપીને સામેની વ્યક્તિ સાથે મીઠી મીઠી વાતો કરી વિશ્વાસમાં લઈ મોબાઈલ નંબરની આપલે કરે છે. આખરે વીડિયો કોલ કરી ગઠિયો નગ્ન હાલતમાં દેખાતી સ્ત્રીનો વીડિયો પોતાના મોબાઈલ સ્ક્રીન પર ચાલુ કરી દે છે, જે જોઈને સામે છેડે વ્યક્તિ લલચાઈ છે. ગઠિયો સ્ક્રીન-રેકોર્ડિંગ મારફત સામે છેડે વ્યક્તિનો ક્ષોભજનક પરિસ્થિતિનો વીડિયો રેકોર્ડ કરી રૂપિયા પડાવે છે.


Download Our B K News Today App



Related News