અમદાવાદ ક્રાઈમ SOGની ટીમે 10 કિલો ગાંજા સાથે 2 લોકોની કરી ધરપકડ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-26 16:18:56
  • Views : 103
  • Modified Date : 2023-08-26 16:18:56

રાજ્યમાં નશાકારક પદાર્થો પ્રતિબંધ છે. છતા પણ અવારનવાર રાજ્યમાંથી નશાકારક પદાર્થો ઝડપાતા હોય છે. અમદાવાદ ક્રાઈમ SOG ની ટીમે 10 કિલો ગાંજા સાથે 2 લોકો ની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર સુરતથી ગાંજો લઈને આવ્યા હતા અને જેને નારોલમાં ગાંજાનો સપ્લાય કરવાના હતા. તો બીજી તરફ સુરતનો ડ્રગ્સ માફીયા ચિનો કાકુજી પોલીસના સકંજામાં આવી ગયો છે. ક્રાઇમ બ્રાંચે ડ્રગ્સ માફીયા ચિનો કાકુજીની પિસ્તોલ સાથે ધરપકડ કરી છે. કોસાડનો કુખ્યાત અને ડ્રગ્સ માફીયા અમરોલી આવાસમાંથી ઝડપાયો છે. ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જર અને ચીના કાકુજી વચ્ચે ગેંગ વોર ચાલે છે. જેથી ડ્રગ્સ માફીયા ચિનો પિસ્તોલ લઇને ફરતો હોવાનું બહાર આવ્યું હતું. ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ હાલ જામીન પર બહાર છે.તો આ અગાઉ વડોદરાના ઓખા પુરી એક્સપ્રેસ ટ્રેનમાંથી બિનવારસી ગાંજો મળી આવતા ચકચાર મચી ગઈ હતી. વડોદરા રેલવે SOG અને NDPSના પેટ્રોલિંગ દરમિયાન ગાંજાના ત્રણ પેકેટ મળી આવ્યા હતા. કોચ નંબર 2 અને 3ના કોરિડોર વચ્ચે તપાસ દરમિયાન બિનવારસી હાલતમાં 5 કિલો ગાંજાનો ભરેલો થેલો મળ્યો હતો. હાલ રેલવે પોલીસે NDPS એક્ટ મુજબ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.તો આ તરફ આ અગાઉ  સુરતમાં એસ.ઓ.જી. અને કતારગામ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરીને 4.28 લાખનો 42.800 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તેમજ આ ઘટનામાં ગાંજાનો જથ્થો મૂકીને ફરાર થઈ જનારા ઇસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવીહતી.

Download Our B K News Today App



Related News