અમદાવાદમાં ATMમાંથી રોકડ ઉપાડી આપવાની મદદના નામે વૃદ્ધોને છેતરતા આરોપીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-12 16:51:14
  • Views : 331
  • Modified Date : 2020-12-12 16:51:14

    હાલના સમયમાં વડિલો સાથે થતાં છેતરપિંડીના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સિનિયર સિટીઝનને ATMમાં રૂપિયા કાઢી આપવાની મદદના નામે ATM કાર્ડ બદલીને અન્ય જગ્યાએ જઈ રૂપિયા કાઢી લેતા આરોપીની ધરપકડ કરી છે. આરોપીની તપાસમાં અનેક ગુનાઓનો ભેદ પણ ખુલ્યો છે. અમદાવાદના સાબરમતિ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં એક સિનિયર સિટીઝને પોતાના ખાતામાંથી 15થી 22 ઓક્ટોબર દરમિયાન કોઈએ 1.70 લાખ ઉપાડી લઈને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદની તપાસ કરતાં શહેર ક્રાઈમ બ્રાંચે રાજવીર ભટ્ટ નામના આરોપીની ધરપકડ કરી છે.

    આરોપીએ આ સિવાય ઓક્ટબર 2020થી અત્યાર સુધીમાં 19થી વધુ ગુનાઓ કર્યા છે અને જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, નડિયાદ, બારડોલી, ગાંધીનગર, અજમેર ,મુંબઈમાં પણ આવી રીતે ગુનાઓ કર્યા છે અને ફરિયાદ પણ થઈ છે. આરોપી છેતરપિંડી કરી મુંબઈમાં ડાન્સ બારમાં રૂપિયા ઉડાવતો હતો અને વૈભવી હોટેલમાં રહેતો હતો. આરોપી પહેલા મોજ શોખ પુરા કરવા માટે ઘરમાંથી નાની મોટી ચોરીઓ કરતો હતો. જેથી આરોપીના પિતાએ 10 વર્ષ પહેલાં ઠપકો આપતા આરોપી ઘરેથી નીકળી ગયો હતો. અને ત્યાર બાદ મોજા અને અન્ય વસ્તુનું વેચાણ કરતો હતો. પરંતુ આરોપીને ધ્યાનમાં આવ્યું કે સિનિયર સિટીઝન લોકોને રૂપિયા કાઢવામાં તકલીફ પડે છે જેથી તેને આ છેતરપિંડીની શરૂઆત કરી હતી.

    પોલીસની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે તે આવા ગુનાઓ કરીને જે પૈસા મળતાં હતાં તેનાથી એશોઆરામની જિંદગી જીવતો હતો. વૈભવી હોટેલમાં રોકાણ કરતો હતો. કોઈ જગ્યાએથી આવવા જવા માટે સ્પેશિયલ રીક્ષા તેમજ ઓલા અને ઉબેર એપના માધ્યમથી કારનો ઉપયોગ કરતો હતો. મુંબઈમાં ડાન્સબારમાં જઈને રૂપિયા ઉડાવતો હતો.


Download Our B K News Today App



Related News