અમદાવાદ કોર્પોરેશને લાંભા-નારોલમાં 9 એકમો સીલ કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-08 13:43:56
  • Views : 77
  • Modified Date : 2024-03-08 13:43:56

અમદાવાદમાં ચોખ્ખા પાણીના નામે બિન આરોગ્યપ્રદ પાણી આપતા એકમો પર તવાઈ કરવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશને લાંભા-નારોલમાં 9 એકમો સીલ કર્યા છે. કેરબામાં આવતા પાણીમાં pHની માત્રા ઓછી આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 7 સેમ્પલમાં પાણીની pH વેલ્યૂ 6.5 કરતા ઓછી જણાઈ આવતા અમદાવાદ કોર્પોરેશને આ એકમો સીલ કર્યા છે. તેમ જ સેમ્પલમાં એક કેરબામાં બેક્ટેરિયાની પણ હાજરી જોવા મળી હતી. પાણીમાં પીએચની માત્રા 7 ની જગ્યાએ 6.5 આવી હતી. દક્ષિણ ઝોનમાં હેલ્થ વિભાગે અલગ અલગ એકમો પરથી  57 સેમ્પલ લેવાયા હતા. જો કે આ પ્રકારના પાણી પીવાથી પાણીજન્યરોગ થવાનો ખતરો વધી શકે છે.

Download Our B K News Today App



Related News