અહેમદાબાદ કોરોના : GMDC ધન્વંતરિ હોસ્પિટલ બહાર દર્દીઓ ઉમટ્યા, સવારમાં ટોકન બંધ કરાતા રોષ, ગાડીમાં દર્દીઓ ખાય છે જીવન મરણ વચ્ચે ઝોલા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-29 11:52:00
  • Views : 256
  • Modified Date : 2021-04-29 11:52:00

    અમદાવાદમાં GMDC ધન્વંતરિ હોસ્પિટલ બહાર નોંધણી માટે સવારથી જ લાંબી લાઈનો લાગી ગઈ હતી. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન પ્રમાણે અને હોસ્પિટલ તંત્ર દ્વારા ટોકન આપવા માટેની જાહેરાત બાદ લોકો મોટી સંખ્યામાં દર્દીઓને લઈ તેમના સગા GMDC ગ્રાઉન્ડ ખાતે પહોચી ગયા હતા.

    હોસ્પિટલમાં દાખલ થવા માટે દર્દીઓના સગાઓની ભારે ભીડ વચ્ચે ધન્વંતરી હોસ્પિટલમાં ટોકન આપવાનું બંધ કરી દેવાતા દર્દીઓના સગાઓમાં રોષ વ્યાપી ઉઠ્યો હતો કેમકે વહેલી સવરાથી જે લોકો લાંબી લાઈનમાં હતા તેમના માટે આ મુશ્કેલી ભર્યો સમય છે. હોસ્પિટલમાંથી ટોકન આપ્યા બાદ ફોન કરે તેને જ દાખલ કરવામાં આવતા હોય છે છતા પણ કેટલાક લોકો પોતાની સાથે સિરિયસ દર્દીઓને લઈને ગ્રાઉન્ડમાં પહોચ્યા હતા. કેટલા. દર્દીઓ ગાડીમાં જ સારવાર માટે રાહ જોતા હોવાનું જોવા મળી રહ્યું હતું. કેટલાક સિરિયસ દર્દીઓનાં સગાઓએ જણાવ્યું કે તે મોટાભાગની હોસ્પિટલમાં ફરી વળ્યા છે પણ તેમના પેશન્ટને લેવા કોઈ તૈયાર નથી. એટલે કે ધન્વન્તરિ હોસ્પિટલ બહાર 150 બાદ ટોકન બંધ કરી દેવામાં આવતા આવા સિરિયસ દર્દીઓ ગમે ત્યારે મોતનાં મુખમાં ધકેલાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

    જણાવવું રહ્યું કે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે નવનિર્મિત ૯૫૦ બેડની ધન્વંતરિ કોવિડ હોસ્પિટલ શરૂ તો થઇ ગઇ પરંતુ સત્તાવાર રીતે મળતી માહિતી મુજબ ગઇકાલે કુલ ૯૫૦ની ક્ષમતા સામે માત્ર ૪૧ દર્દીને બે દિવસ પહેલા દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી એક પણ દર્દીને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો નોહતો.સૂત્રોના જણાવ્યા અનુસાર આ હોસ્પિટલમાં હજુ ક્ષમતા મુજબના તમામ બેડની સુવિધા ઉપલબ્ધ બની નથી અને ૯૫૦ બેડની ક્ષમતા માટે જરૂરી હોય એટલો ડોકટર તથા પેરામેડિકિલ સ્ટાફ પણ ઉપલબ્ધ થયો નથી. હજી સુધી માત્ર ૩૦૦ બેડની જ કામગીરી પૂર્ણ થઇ છે, જ્યારે બાકીના બેડનું કામ ચાલી રહ્યુ છે.

 

 

Download Our B K News Today App



Related News