અમદાવાદમાં ઠંડીનો ચમકારો અકબંધ જોવા મળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-06 13:08:01
  • Views : 351
  • Modified Date : 2020-02-06 13:08:01

અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હજુપણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હજુ આ સ્થિતી યથાવત રહે તેવી શક્યતા છે. રાજ્યના કેટલાક ભાગોમાં આજે પણ પારો ૧૦થી નીચે રહ્યો હતો. જેમાં પાટનગર ગાંધીનગરમાં લઘુતમ તાપમાન ૯.૬ ડિગ્રી રહ્યુ હતુ. ત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો  નવથી ૧૪ ડિગ્રી  વચ્ચે રહ્યો હતો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોરદાર ઠંડી પડી રહી છે. લઘુત્તમ તાપમાનમાં ફેરફારની સ્થિતી વચ્ચે સવારના ગાળામાં અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. કોલ્ડવેવની કોઇ ચેતવણી જારી કરવામાં આવી ન હોવા છતાં હજુ ઠંડીનું મોજુ રહે તેમ માનવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૧.૧ ડિગ્રી, ડિસામાં ૧૦.૬ ગાંધીનગરમાં ૯.૫, વડોદરામાં ૧૪.૨, સુરતમાં ૧૨.૯, અમરેલીમાં ૧૩.૫ પારો રહ્યો હતો.જ્યારે નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૦.૨ ડિગ્રી રહ્યું હતું. અમદાવાદમાં આવતીકાલે લઘુત્તમ તાપમાન આજની સરખામણીમાં વધી પણ શકે છે.આમ હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ૨૪ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર નહીં થાય. પરંતુ ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધી ફેરફાર જોવા મળી શકે છે. ઠંડીની સિઝનની પૂર્ણાહૂતિના ગાળા દરમિયાન ફરીવાર ઠંડીનો ચમકારો રહી શકે છે. લોકોને હાલમાં ગરમ વસ્ત્રો તૈયાર રાખવા પડશે.જેમાં હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા થઇ રહી છે. જેની અસર પણ જોવા મળી શકે છે. હવામાન વિભાગે કહ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છ  તથા ગુજરાત ક્ષેત્રમાં હાલમાં ડ્રાય માહોલ જોવા મળી રહ્યો છે. આમ તાપમાનમાં  સામાન્ય ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે.

Download Our B K News Today App



Related News