અમદાવાદ સિવિલના કોલ્ડ સ્ટોરેજમાં વેક્સિનના 25 લાખ ડોઝનો સંગ્રહ થશે, 4 જિલ્લામાં સપ્લાય કરાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-10 11:39:58
  • Views : 300
  • Modified Date : 2020-12-10 11:39:58

કોરોનાની વેક્સિન સિવિલ હોસ્પિટલમાં રિજનલ વેક્સિન કોલ્ડ સ્ટોરેજ તૈયાર કરાયું છે. જ્યાં 20થી 25 લાખ ડોઝના સંગ્રહની ક્ષમતા ઊભી કરાઈ છે. અમદાવાદના આ રિજનલ વેક્સિન કોલ્ડ સ્ટોરેજમાં વેક્સિન રાખવા નવા 50 આઈએલઆર ડિપફ્રીઝ સેન્ટર પર લવાયાં છે. અમદાવાદના રિજનલ સ્ટોરેજ ખાતેથી અમદાવાદ ઉપરાંત આણંદ, ખેડા, સુરેન્દ્રનગર જિલ્લાની સાથે અમદાવાદ શહેરી વિસ્તારમાં વેક્સિનેશન કરાશે. તેની સાથે જ ચારેય જિલ્લાના આરોગ્ય કેન્દ્રો ખાતે ડિપ ફ્રીઝ પહોંચાડાઇ રહ્યા છે. હેલ્થ વર્કર્સની સાથે લોકોના સીધા સંપર્કમાં આવતાં એસટી, રેલવે સહિત અન્ય વિભાગના કર્મચારીઓની પણ યાદી તૈયાર કરાઇ રહી છે. 50થી વધુ વયના લોકોની યાદી પણ તૈયાર કરાઇ રહી છે, જેમને પહેલાં વેક્સિન અપાશે.

Download Our B K News Today App



Related News