1200 બેડ કોવિડ હોસ્પિટલમાં દર્દીના ‘અન્નદાતા’ 15 કલાક ખડેપગે, 9 મહિનામાં 1.15 લાખ દર્દીને ફૂડ ડિસ્ટ્રિબ્યૂટ કર્યું, 30 મિનિટમાં તમામ પેશન્ટની જઠારાગ્નિ ઠારે છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-19 14:44:00
  • Views : 414
  • Modified Date : 2020-12-19 14:44:00

    રાજ્યમાં કોરોનાનાં દર્દી જ્યારથી આવવાના શરૂ થયા ત્યારથી લોકો કોરોનાં વોરિયર્સને ભારોભાર શાબાશી આપી રહ્યા છે. આ કોરોના વોરિયર્સના ભરોસે દર્દીઓ સારવાર લે છે.પરંતુ આ બધાની સાથે એક એવી ટીમ પણ આ કોરોના વોરિયર્સ સાથે કદમ મિલાવીને કામ કરી રહી છે. જે છે ડાયટ ડિપાર્ટમેન્ટનો સ્ટાફ. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલી 1200 બેડ હોસ્પિટલમાં એપ્રિલ મહિનાથી અત્યાર સુધી એક વખત પણ પોતાની સેવા અને સમયમાં બ્રેક પડ્યા વિના આખી ડાયટ ટીમ કામ કરી રહી છે.સિવિલ હોસ્પિટલમાં પહેલા ત્યાં જ જમવાનું બનતું હતું પણ ત્યાં સર્ક્યુલેટ કરતા કરતા જમવાનું ઠંડુ થઈ જતું હતું. જેથી ભોજન તૈયાર કરવા માટેનો કોન્ટ્રાક્ટ રેસ્ટોરન્ટને આપવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટમાંથી ફૂડ આવે એટલે સ્ટાફ સામે 30 મિનિટમાં તમામ દર્દીઓને ફૂડ ડિસ્ટ્રીબ્યૂશન કરી દેવાનો સ્ટાફ સામે પડકાર હોય છે.



    અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલી 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં સવારે 7 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી અલગ અલગ ફૂડ વહેંચવામાં આવે છે. જેમાં બે વખત જમવાનું ત્યાર બાદ દિવસમાં 6 વખત જ્યુસ, ફ્રુટ ડિશ, ચા કોફી અને બિસ્કિટ, સવારનો નાસ્તો એમ કરીને રાતે દર્દી ઉંઘે ત્યારે 10 વાગ્યા સુધી ફૂડ સર્વ કરવામાં આવે છે.આ રેસ્ટોરન્ટને રોજ ફૂડ ઓર્ડર આપવામાં આવે છે. જ્યાં ફૂડ બને છે અને પૅકિંગ થાય છે તેના પર કેમેરાની ચાંપતી નજર હોય છે.ફૂડ આવ્યા બાદ સિવિલના ડાયટ એરિયામાં ફૂડ પહોંચે છે, જ્યાં ડાયટિશિયન ફૂડ ટેસ્ટ કરીને હાઇજિન અને ટેસ્ટ બરાબર છે કે નહીં તે ચેક કર્યા બાદ ટ્રોલીમાં ફૂડ ગોઠવવામાં આવે છે. ત્યાર બાદ જમવાનું લઈને સ્ટાફ કોરોના વોર્ડમાં જાય છે. આ સ્ટાફ માત્ર 30 મિનિટમાં જ દર્દી સુધી ફૂડ પહોંચાડી દે છે.


    હોસ્પિટલના ચોથા માળે કોવિડ દર્દીઓ માટેનો ડાયટ રૂમ આવેલો છે. જ્યાં સમગ્ર હોસ્પિટલમાં દર્દી માટેનું ફૂડ અલગ કરવામાં આવે છે. જેના માટે સ્ટાફ દ્વારા PPE કીટ, માસ્ક ,કેપ, ગ્લોવ્ઝ સહિતના ચેકિંગ બાદ ફૂડ ડિસ્ટ્રીબ્યૂશન થાય છે.ડાયટ વિભાગનું ડિસ્ટ્રીબ્યૂશનનું હાલ ડોકટર વૈષ્ણવ સંચાલન કરી રહ્યા છે.તેઓ એપ્રિલ મહિનાથી અહીં ફરજ બજાવી રહ્યા છે.કોરોનાનાં સમયમાં તેઓ પણ સંક્રમિત થયા હતા. પરંતુ તેઓ સારવાર લઈને ફરી કોવિડ દર્દીઓને સેવા માટે હાજર થઇ ગયા છે.ડાયટ રૂમમાં કામ કરતો સ્ટાફ પણ કોવિડના દર્દીઓ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છે. અહીં કામ કરતા સ્ટાફ સાથે વાત કરતા જાણવા મળ્યું કે તેમના ઘરમાં પણ નાના બાળકો છે.પરંતુ તેમના બાળકો કહે છે મેં મમ્મી તારે આ કામ કરવું જોઈએ જે થવાનું હશે તે આપણે કંઈ રોકી શકીશું?. તેઓ જરા પણ ડર્યા વગર સતત કામ કરે છે.


    સિવિલ કોવિડ હોસ્પિટલના ડાયટિશિયન કલ્પના મારડીયાએ જણાવ્યું હતું કે અહીં રોજ 8 ફૂડ ઇન્ટેક્ટ આપવામાં આવે છે. જેમાં સવારે 7 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીનું શેડ્યુલ છે. વૃદ્ધને ચાવવાની તકલીફ હોય તો તેમના માટે સોફ્ટ ડાયટ પ્લાન બનાવવામાં આવે છે. તેમજ જે દર્દીઓને નળી નાંખી હોય તેમના માટે લિક્વિડ ડાયટની વ્યવસ્થા કરવામાં આવી છે.



Download Our B K News Today App



Related News