અમદાવાદ જતી શ્રીનાથ ટ્રાવેલ્સની બસ પલ્ટી ગઈ: એક મોત, 20 ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-11-13 19:12:16
  • Views : 176
  • Modified Date : 2024-11-13 19:12:16

 

ડાંગ અને તાપી જિલ્લાના સરહદીય વિસ્તારમાં આવેલા સિનોદ ગામ ખાતે લકઝરી બસ પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ડાંગ જિલ્લાનાં કલેકટર મહેશ પટેલને આ ગોઝારા અકસ્માતની જાણ થતાની સાથે જ તેઓ તુરંત જ ઈજાગ્રસ્તોનાં મુલાકાતે પહોંચ્યા હતા અને ખબર અંતર પૂછી જરૂરી વ્યવસ્થાઓ કરી હતી.સોનગઢ તાલુકાના સીનોદ ગામે વહેલી સવારે 3.05 કલાકે સ્લીપર બસ પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મહારાષ્ટ્રથી અમદાવાદ જતી શ્રીનાથજીની સ્લીપર કલાસ બસ નંબર (એઆર-01 આર-1144)નાં ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બસ પલટી મારી જતા અકસ્માતની ઘટના સર્જાઈ હતી.આ અકસ્માતમાં એક અજાણી મહિલા (ઉ.વ. આશરે 25થી35)નું મોત નિપજયું હતું. બસમાં બેસેલા આશરે 30 પેસેન્જરો પૈકી 15થી20 જેટલા સ્ત્રી પુરુષોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આહવા સિવિલ હોસ્પિટલમાંથી ચાર ગંભીર ઈજાગ્રસ્તોને સુરત અને એકને વલસાડ રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અકસ્માતને લઈને સોનગઢ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

Download Our B K News Today App



Related News