અમદાવાદ : રથયાત્રાના દિવસે ઘરથી નીકળતા પહેલા જાણી લેજો કયા રસ્તા ચાલુ-ક્યાં અપાયું ડાયવર્ઝન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-29 12:19:40
  • Views : 219
  • Modified Date : 2022-06-29 12:19:40

અમદાવાદ : રથયાત્રાના દિવસે ઘરથી નીકળતા પહેલા જાણી લેજો કયા રસ્તા ચાલુ-ક્યાં અપાયું ડાયવર્ઝન

 

ભગવાન શ્રી જગન્નાથની 145મી રથયાત્રાને લઈને અમદાવાદમાં સંપૂર્ણ તૈયારીઓ કરી લેવાઇ છે. રાજ્ય પોલીસે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. એવામાં પહેલી જુલાઈનાં રોજ અમદાવાદમાં નિકળનારી ગુજરાતની સૌથી મોટી રથયાત્રામાં રૂટ પર ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યો છે. વાહનચાલકોને અને લાખોની સંખ્યામાં આવતા દર્શનાર્થીઓને અગવડતા ન પડે તે માટે વાહનોનાં ખાસ પાર્કિંગની વ્યવસ્થા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે. ત્યારે અહીં જોઇશું કે આખરે રથયાત્રાનાં દિવસે કયા-કયા રૂટ બંધ રહેશે.

 

તમને જણાવી દઇએ કે, સવારના 7 વાગે  રથયાત્રામાં જમાલપુરથી ખમાસા આસ્ટોડિયા થઈને રાયપુર ચકલા, ખાડિયા, પાંચકુવા,  કાલુપુર થઈને સરસપુર ભગવાનનાં મોસાળમાં જતી હોય છે. જ્યારે પરત ફરતી વખતે સરસપુરથી કાલુપુર, દરિયાપુર,  શાહપુર  રંગીલા ચોકી, દિલ્હી ચકલા, ઘી કાંટા પાનકોર નાકા, સાંકડી શેરીનાં નાકે થઈ માણેકચોક, દાણાપીઠથી ખમાસા થઈને જગન્નાથ મંદિરે પરત ફરતી હોય છે. એવામાં આ રૂટ પર વાહનોની અવરજવર રથયાત્રાનાં સમયગાળા માટે બંધ રાખવામાં આવે છે. જે રૂટને બદલે વાહનચાલકોને અન્ય રૂટ પરથી પસાર થવાનું રહેશે. આ રૂટ પર 'નો પાર્કિંગ ઝોન' પણ જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે ટ્રાફિક વિભાગના JCP મયંકસિંહ ચાવડાએ જુઓ શું કહ્યું? 

 

Download Our B K News Today App



Related News