અમદાવાદ બન્યું રાજ્યનું સૌથી પ્રદુષિત શહેર!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-05 15:27:08
  • Views : 84
  • Modified Date : 2023-11-05 15:27:08

અમદાવાદ-સુરત  : દિવાળી પહેલા પ્રદુષણ માઝા મૂકી રહ્યું છે. એકતરફ દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 400 નજીક પહોંચી ગયો છે. વાતાવરણમાં પ્રદુષણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે તો હવે ગુજરાતમાં પણ સ્થિતિ વણસી રહી છે. AQI.in વેબસાઈ અનુસાર ગુજરાતમાં અમદાવાદ, વાપી, સુરત અને અંકલેશ્વરમાં ઊંચો AQI  નોંધાયો છે.AQI.in વેબસાઈ અનુસાર 100 થી ઊંચો એર ક્વોલિટી ઇન્ડેક્સ નબળો જયારે 200 થી 300 વચ્ચે સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. વેબસાઈટ દ્વારા જાહેર સત્તાવાર માહિતી મુજબ 0-50 : Good, 51-100 : Moderate,  101-200 : Poor, 201-300 : Unhealthy,  301-400 : Severe અને  401-500: Hazardous શ્રેણીમાં મુકવામાં આવે છે.હુજરાતના ઘણા શહેરોમાં AQI 100 કરતાં વધુ છે.નવરંગપુરા અને રખિયાલમાં પ્રદૂષણની માત્રા ચિંતાજનક છે. નવરંગપુરામાં AQI 263 અને રખિયાલમાં AQI 300ને પાર નોંધાયો છે. ગઇકાલે નવરંગપુર વિસ્તારમાં AQI 256 નોંધાયો હતો. રખિયાલ વિસ્તારમાં પણ ગઇકાલે AQI 271 પર હતોઅમદાવાદ શહેરનો સરેરાશ AQI 142 નોંધાયો હતો.દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણને કારણે લોકોની હાલત ખરાબ છે. ચારેબાજુ ધુમ્મસ જેવું વાતાવરણ છે જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. સિસ્ટમ ઓફ એર ક્વોલિટી ફોરકાસ્ટિંગ અનુસાર દિલ્હીમાં હવાની ગુણવત્તા રવિવારે સતત ચોથા દિવસેગંભીરશ્રેણીમાં રહી હતી જોકે એકંદર હવા ગુણવત્તા સૂચકાંક (AQI) શનિવારે 504 ની સરખામણીએ થોડો ઘટાડો નોંધાયો હતો.

Download Our B K News Today App



Related News