અમદાવાદ : મંગળવારથી રિક્ષા ન ચલાવવાનો એસોસિએશનનો નિર્ણય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-16 16:32:36
  • Views : 162
  • Modified Date : 2024-06-16 16:32:36

અમદાવાદમાં સ્કૂલ વર્ધી વેન અને રિક્ષાચાલકોએ હડતાળ પર જવાની જાહેરાત કરી છે. મંગળવારથી રિક્ષા ન ચલાવવાનો એસોસિએશને નિર્ણય લીધો છે. સ્કૂલ રિક્ષા અને વેનમાં પાસિંગની પ્રક્રિયા ઝડપી બનાવવાની તેમની માંગ છે. ટ્રાફિક અને આરટીઓની ઝુંબેશ શરૂ થતાં પહેલા હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.અમદાવાદ સહિત રાજ્યભરના રિક્ષા અને વેન સંચાલકોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક વર્ષથી રજૂઆત કરવા છતાં પાસિંગ પ્રક્રિયા ન કરાઈ હોવાનો આક્ષેપ કરાયા છે. તો રાજકોટની ઘટના બાદ હવે તંત્ર જાગ્યું હોવાનો એસોસિએશનનો દાવો છે. અમદાવાદ શહેરમાં અંદાજિત 15 હજારથી વધુ રિક્ષા અને વેનમાંથી માત્ર 800 લોકો પાસે જ પરમીટ છે.

 

Download Our B K News Today App



Related News