અમદાવાદ અને સુરત વિધાનસભા ચૂંટણી પહેલા મેટ્રોપોલિટન સિટીનો દરજ્જો પ્રાપ્ત કરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-29 12:51:10
  • Views : 420
  • Modified Date : 2019-11-29 12:51:10

અમદાવાદ અને સુરત આવતી વિધાનસભા ચૂંટણી પહેલા મેટ્રોપોલિટન સિટીનો દરજ્જો પ્રાપ્ત કરી લેશે. આ સાથે શહેરી વસતીને મોંઘવારી ભથ્થું અને ઘરભાડા ભથ્થું, વસતી તેમજ શહેરના વિસ્તાર પ્રમાણે નક્કી થતું હોવાથી અમદાવાદીઓના પગારમાં વધારો થશે.આમ ગાંધીનગર સુધીના વિસ્તાર અમદાવાદમાં સમાશે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર તરફથી વધુ ગ્રાન્ટ મળવા સાથે માળખાકીય સુવિધા વધશે. વર્ષ 2021માં જાહેર થનારી વસ્તી ગણતરીના આંકડા અનુસાર અમદાવાદ શહેરની વસતી એક કરોડની આસપાસ આંબી જશે. જેમાં બૃહદ અમદાવાદ વિસ્તારોનો સમાવેશ થશે જેમાં  બોપલ, શીલજ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને ગાંધીનગર સુધીના તમામ ભાગનો સમાવેશ થશે.આમ નવા વિસ્તારો ભળવા સાથે અમદાવાદનો વ્યાપ પણ વધશે.વર્ષ 2011ની વસતી ગણતરી પ્રમાણે શહેરની વસતી હાલમાં 55 લાખ છે. નવા વિસ્તારોનો સમાવેશ કરવાથી આ આંકડો  57 લાખ થશે. એક વોર્ડમાં 1.17 લાખની સરેરાશ વસતી મુજબ હાલ અમદાવાદ મ્યુનિ.માં 48 વોર્ડ છે. નિયમ મુજબ તેમાં 10 ટકા વસતી સરપ્લસ કરી શકાય છે. જેથી નવા વિસ્તારો હાલના વોર્ડમાં મર્જ કરી દેવામાં આવશે. વર્ષ 2021માં ગણતરી થશે તે પછીથી નિયમ પ્રમાણે આખા શહેરનું નવેસરથી સીમાંકન કરાશે.અમદાવાદ- ગાંધીનગર ટ્વિન સિટી તરીકે વિકસાવાશે. 
સરદાર પટેલ રિંગ રોડની આસપાસ અર્ફોડેબલ ઝોન છે. જે સિટીમાં ભળી જશે. જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની હદ પણ અડાલજ અને કોબા સુધી વધારી દેવામાં આવશે. અમદાવાદ- ગાંધીનગર બંને મ્યુનિની હદ એકબીજાને અડી જવાના કારણે ટ્વિન સિટી તરીકે વિકસાવાશે. જોકે બોપલ-ઘુમા સહિતના વિસ્તારો મ્યુનિમાં ભળવાના કારણે વિધાનસભા વિસ્તારોમાં કોઈ ફેર નહીં પડે તેમ અધિકારી સૂત્રોનું કહેવું છે. વિધાનસભાનું સીમાંકનમાં હાલમાં કોઈ ફેરફાર કરી શકાય તેમ નથી. વર્ષ 2032 સુધી વિધાનસભા વિસ્તારો જેમ છે તેમજ રહેશે.

Download Our B K News Today App



Related News