અમદાવાદના AMTS અને BRTS બસ સ્ટેન્ડ ખાતે સેનિટાઈઝર મૂકાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-07 10:32:01
  • Views : 349
  • Modified Date : 2020-03-07 10:32:01

મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ‘નમસ્તે’ અંતર્ગત કોરોના વાઈરસ સામે કોર્પોરેશન દ્વારા રાખવામાં આવેલી સાવચેતીની માહિતી આપી હતી.જેમાં તેમણે જણાવ્યું હતું કે AMTS અને BRTS બસ સ્ટેન્ડ પર સેનિટાઈઝર મૂકવામાં આવશે. આ ઉપરાંત સાફસફાઈ કરનાર સફાઈ કામદારોને માસ્ક પહેરવાના રહેશે તેવી માહિતી આપી હતી.સાથે જ વૃદ્ધાશ્રમોમાં તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આમ સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ ધીરેધીરે ફેલાઈ રહ્યો છે.ત્યારે ગુજરાતમાં કોરોના વાઈરસ ન ફેલાય તેની સાવચેતીના ભાગરૂપે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી.કોરોનાથી નાગરિકોના રક્ષણ માટે મ્યુનિ. આરોગ્યતંત્રએ એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે. જોકે તેમાં જાહેરમાં થૂંકનારના દંડમાં રૂ.100થી વધારો કરી રૂ.10 હજાર કરી દેવાયો છે.કોરોનાનો શંકાસ્પદ દર્દી જો એક વખત હેલ્પલાઇન પર ફોનકરશે તો તેના માટે સ્પેશિયલ મુકાયેલી એમ્બ્યુલન્સ વાન તેને લેવા માટે આવશે.મ્યુનિએ 3 લાખ જેટલા ત્રિપલ લેયર માસ્ક તૈયાર રાખ્યા છે.શહેરમાં કોરોના વાઇરસનો હજુસુધી એકપણ પોઝિટિવ કેસ મળ્યો નથી. પરંતુ કોરોના સામે લડવા માટે મ્યુનિ. કમિશનર વિજય નહેરાની આગેવાનીમાં આરોગ્યતંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.જેમાં મ્યુનિ.સંચાલીત હોસ્પિટલોમાં આઇસોલેશન બેડ,વેન્ટીલેટર સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.આ સિવાય જાગૃતી માટે શૈક્ષણિક સંકુલોમાં પણ એડવાઇઝરી તૈયારી કરી પહોંચાડી છે.એરપોર્ટ ખાતે પણ 8 ઇન્ફ્રારેડ થર્મોમીટર મુકવામાં આવ્યા છે.વધુમાં નહેરાએ જણાવ્યું હતું કે જે લોકો અસરગ્રસ્ત અથવા અન્ય દેશમાંથી આવ્યા હોય તો તેઓ ઘરમાં એક રૂમમાં રહો 104 નંબર પર ફોન કરશો તો કોર્પોરેશનના અધિકારી અને ડોક્ટર આવશે.જરૂર પડ્યે હોસ્પિટલમાં લઈ જશે અને માસ્ક પણ આપવામા આવશે.સામાન્ય નાગરિકોએ માસ્ક પહેરીને ફરવાની જરૂર નથી માત્ર શંકાસ્પદ હોય તે લોકોએ જ પહેરવું.આમ નાગરિકોએ પાંચ વસ્તુ ધ્યાન રાખો નમસ્તે કહી અને અભિવાદન કરવું, હાથ મિલાવવાનું ટાળવું, હાથ વ્યવસ્થિત સાફ કરવા, મોંઢે, આંખ અને નાક પર હાથ રાખવો નહિ, ભીડભાડવાળી જગ્યા પર જવું ટાળો, અફવાઓથી સાવધાન રહો. કોરોનાને પગલે શુક્રવારે સ્પાઈસ જેટની અમદાવાદથી બેંગકોક જતી આવતી તેમજ જેદ્દાહ જતી આવતી 4 ફ્લાઈટ ઉપરાંત જયપુર આવતી જતી ફ્લાઈટ મળી કુલ છ ફ્લાઈટ કેન્સલ થઈ હતી. સ્પાઈસ જેટની 17 ફ્લાઈટો મોડી પડી હતી.


Download Our B K News Today App



Related News