અમદાવાદમાં પ્રદુષણ ભયજનક સપાટીએ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-19 12:32:12
  • Views : 449
  • Modified Date : 2019-11-19 12:32:12

અમદાવાદમાં હવા પ્રદૂષણની સમસ્યા બની વિકટ બનતી જઇ રહી છે. જેમાં રજકણો અને ધુમ્મસનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ત્યારે શહેરમાં દ્યણી જગ્યા પર  પ્રદુષણનો આંક ૩૦૦ને પાર થઈ રહ્યો છે. ત્યારે રખિયાલમાં તો AQI ૨૯૩ પર પહોંચી ગયો છે. જે ખરેખર ભયજનક છે. અમદાવાદમાં  ઠંડીની શરૂઆત થતા જ પ્રદષુણમાં વધારો થયો છે. વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ વધ્યુ છે. જેને પગલે અમદાવાદના અનેક વિસ્તારમાં હવા ઝેરી બની છે. એરપોર્ટ, રખિયાલ, ચાંદખેડા, બોપલ,પીરાણા સહિતના વિસ્તારોમાં પ્રદુષણનુ પ્રમાણ ખુબ વધ્યુ છે. આમ અમદાવાદના અનેક વિસ્તારમાં એર કવોલિટી ખરાબ જોવા મળી રહી  છે. એરપોર્ટ, રખિયાલ, ચાંદખેડામાં હવા પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. રખિયાલમાં હવાનું પ્રદૂષણ સૌથી વધુ છે. રખિયાલમાં એર કવોલિટી  ઇન્ડેકશ ૨૯૩ છે. જયારે બોપલમાં ૨૭૫, પીરાણામાં  ૨૬૨ AQI, નવરંગપુરામાં ૧૩૯, સેટેલાઇટમાં ૧૫૯ AQI છે, ચાંદખેડામાં ૧૬૮ AQI, એરપોર્ટ ખાતે ૨૪૦ એર કવોલિટી ઇન્ડેકશ છે.આમ વર્તમાન સમયમાં હવાનું પ્રદૂષણ સતત વધી રહ્યું છે.

Download Our B K News Today App



Related News