અમદાવાદ : તને કિસ કરતાં નથી આવડતી' સગાઈ બાદ યુવતી સાથે શારિરીક બળજબરી કરી અમદાવાદનો યુવક રૂપિયો-નાળિયેર ઘર પાસે ફેંકી ગયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-18 13:55:24
  • Views : 370
  • Modified Date : 2021-06-18 13:55:24

     અમદાવાદમાં રહેતી અને સારા પરિવારમાંથી આવતી યુવતીની સગાઈ તેના પિતાએ સરકારી કર્મચારી સાથે કરાવી હતી. યુવતીની સગાઈ બાદ યુવક તેને ફરવા લઈ જતો હતો પણ તે યુવતીને કહેતો, 'તને કિસ કરતા નથી આવડતી' અને યુવતી સાથે શારીરિક બળજબરી કરતો હતો. આ બધાની વચ્ચે યુવકે અચાનક યુવતી સાથે સગાઈ તોડી નાખવા માટે રૂપિયો અને નાળિયેર યુવતીના ઘર પાસે ફેંકાવી દીધું હતું અને સગાઈ તૂટી ગઈ એમ કહેવા લાગ્યો હતો. આ વાતની જાણ કોઈએ યુવતીને કરતા આ અંગે યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતી દિયા (નામ બદલ્યું છે) પોતાના પરિવારની સૌથી લાડકી દીકરી છે. દિયા માટે પરિવાર સારા પાત્રની શોધમાં હતો. જે માટે સમાજના ગ્રુપમાં તેના બાયોડેટા મૂકવામાં આવ્યો હતો. આ જોઈને તેમના પરિચિત દિયા માટે રાજીવ (નામ બદલ્યું છે )નું માંગુ લઈને આવ્યા હતા.

     રાજીવના માતા-પિતા ન હતા અને કોઈ વધારે માહિતી ન હોવાથી દિયાના પિતાએ ના પાડી દીધી હતી. પણ રાજીવ સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં નોકરી કરતો હોવાથી એક વખત તેને મળવા તેના ઘરે દિયાના પિતાને આગ્રહ કરવા માંડ્યા હતા. જેથી દિયાના પિતા રાજીવના ઘરે ગયા અને આખરે બન્નેના સગાઈ નક્કી થઈ અને વાત આગળ વધી હતી.

     દિયા અને રાજીવ સગાઈ બાદ ગાંધીનગર અને બીજી જગ્યાએ જતા જ્યાં રાજીવ દિયાને કિસ કરતો હતો અને કહેતો કે તને કિસ કરતા જ નથી અવડતી. અને અનેક વખત રાજીવ દિયા સાથે આ પ્રકારે કરતો હતો. સગાઈ થઈ હોવાથી અને બંનેના લગ્ન થવાના છે એમ માનીને દિયા ચૂપ રહી પણ એક દિવસ રાજીવ દિયાના ઘરે પહોંચ્યો અને સગાઈનું નાળિયેર નાખી દીધું અને સમાજમાં કહેવામાં આવ્યું કે રાજીવ અને દિયાની સગાઈ તૂટી ગઈ છે. પણ આ અંગે હજી દિયાના પરિવારને જાણ નહોતી. રાજીવ અનેક વખત દિયાના પરિવારને બધું ભૂલી જવા માટે રૂપિયાની ઓફર કરતો હતો. આખરે દિયાએ પોતાની સાથે બનેલી સમગ્ર વાત લોકો સમક્ષ લાવવા માટે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


Download Our B K News Today App



Related News