અમદાવાદ: થલતેજ ચાર રસ્તા પાસેના મોલમાં લાગી આગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-07-20 16:35:57
  • Views : 101
  • Modified Date : 2024-07-20 16:35:57

અમદાવાદના થલતેજ ચાર રસ્તા પાસેના મોલના બીજા માળે આગની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ થલતેજ ચાર રસ્તા પાસે આવેલા એક્રોપોલિસ મોલમાં આગ લાગવાનો બનાવ બન્યો હચો. જેમાં સેરા સિરામિકસના શો રૂમમાં આગ ઘટના ઘટી છે. ત્યારે આગની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને આગ ઓલવવા પ્રયાસ કરી રહી છે.અમદાવાદના થલતેજ ચાર રસ્તા પાસેના એક્રોપોલિસ શોપિંગ મોલમાં આવેલ સેરા સિરામિકસના શો રૂમમાં આગ લાગવાની ઘટના બની હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની માહિતી મળી કરી છે. આગની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.હાલ ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગ આગ પર કાબુ મેળવી કુલિંગની પ્રક્રિયા શરૂ કરી છે. ત્યારે આ ઘટના બાદ આખો મોલ ખાલી કરાવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પણ મોલમાં કેટલોક સામાન બળી ગયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

Download Our B K News Today App



Related News