અમદાવાદ: સોનાની લૂંટ કેસમાં મોટો ઘટસ્ફોટ,કાગડાપીઠ પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-16 17:03:52
  • Views : 237
  • Modified Date : 2024-06-16 17:03:52

અમદાવાદના ગીતામંદિર પાસે એક કિલો સોનાની લૂંટ થઈ હોવાના સમાચાર સામે આવ્યા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી. પરંતુ આ દરમિયાન મોટો ખુલાસો થયો છે. લૂંટની ફરિયાદ કરનાર યુવક ધર્મ ઠક્કર જ આરોપી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ધર્મ ઠક્કરની જ અટકાયત કરીને તપાસ શરુ કરી છે.આરોપી ધર્મ ઠક્કરને આર્થીક સંકડામણ હોવાને લઈ લૂંટનો પ્લાન ઘડી કાઢ્યો હતો. તેણે બે મિત્રો સાથે મળીને ખોટી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. આરોપી ધર્મ ઠક્કરના સીસીટીવી વીડિયો સામે આવ્યા હતા. જેના આધારે જ તેઓ બનાવેલા પ્લાનનો ખુલાસો થયો હતો. કાગડાપીઠ પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે. માણેકચોકથી જમાલપુર સોનું લઈ જવાનું હતુ. આ દરમિયાન લૂંટ થયાની ખોટી ફરિયાદ નોંધાવી હતી.

Download Our B K News Today App



Related News