અમદાવાદ-રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થયેલ બાળમૃત્યુ સંદર્ભે રાજ્ય સરકાર સંવેદનશીલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-06 16:59:15
  • Views : 372
  • Modified Date : 2020-01-06 16:59:15


 નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલે અમદાવાદ અને રાજકોટ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં બાળમૃત્યુ સંદર્ભે આવેલા અહેવાલો અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, રાજ્ય સરકારના સઘન પ્રયાસોના
પરિણામે દેશના સરેરાશ બાળ મૃત્યુ દર જીઇજી-૨૦૧૭ મુજબ ૩૩ની સરખામણીએ ગુજરાતનો બાળ મૃત્યુ દર ૩૦ હતો જે ચાલુ વર્ષના અંતે ૨૫ સુધી પહોંચ્યો છે.  રાજ્યમાં આધુનિક તબીબી સારવાર વિનામુલ્યે પૂરી પાડવામાં આવે છે જેના પરિણામે પડોશી- અન્ય રાજ્યોમાંથી પણ મોટા પ્રમાણમાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. જેના પરિણામે જે બાળ મૃત્યુ થાય છે તેની ગણના પણ ગુજરાતમાં થાય છે.   છેલ્લા ૧૦ દિવસથી કોટાની હોસ્પિટલમાં બાળકોના મૃત્યુના સમાચારો આવે છે તે દુઃખદ છે.
અમદાવાદ-રાજકોટ સિવિલ હોસ્પિટલના જે અખબારી અહેવાલો આવ્યા છે તે સંદર્ભે  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને મેં સતત સંકલનમાં રહીને આરોગ્ય સચિવ, કમિશ્નર સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ પાસેથી
આંકડાકીય માહિતી અને વિગતો મેળવતા ફલિત થાય છે કે રાજ્યમાં પ્રતિવર્ષ ૧૨ લાખથી વધુ બાળકોનો જન્મ થાય છે. ત્યારે રાજય સરકારની સઘન વ્યવસ્થાને પરિણામે વર્ષ ૧૯૯૭માં પ્રતિ ૧,૦૦૦ બાળકોએ ૬૨ બાળકો મૃત્યુ
પામતા હતા, તે ક્રમશઃ ઘટીને વર્ષ ૨૦૧૭માં ૩૦ સુધી
પહોંચ્યો છે અને નવેમ્બર ૨૦૧૯ સુધીમાં તે ૨૫ સુધી ઘટ્યો છે અને તે નજીકના ભવિષ્યમાં ૧૫થી નીચે લઇ જવાનો અમારો નિર્ધાર છે. રાજકોટ અને અમદાવાદ ખાતેની સિવિલ હોસ્પિટલના બનાવોની બનાવ સંદર્ભે લોકોને સાચી જાણકારી આપવી જરૂરી છે. પી.ડી.યુ રાજકોટ,
હોસ્પિટલ ખાતે
ઓક્ટોબર- ૨૦૧૯ દરમિયાન કુલ ૮૧૫ પ્રસૂતી,
નવેમ્બર-૨૦૧૯ માં ૮૪૬ પ્રસૂતિ અને
ડીસેમ્બર-૨૦૧૯માં ૮૦૪ પ્રસૂતિ થઈ હતી, તે પૈકી
રાજકોટ હોસ્પીટલમાં પ્રસૂતિ થયેલ અને એસ.એન.સી.યુ. યુનિટમાં આ ત્રણ માસમાં ૨૮૮, ૨૮૧ અને ૨૨૮ બાળકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ
ઉપરાંત અન્ય બહારની  
હોસ્પિટલમાંથી રિફર થઈને ૪૯૯ બાળકો સારવાર માટે દાખલ રાજકોટ એસ.એન.સી.યુ. યુનિટમાં દાખલ થયેલ હતા. જે પૈકી ઓક્ટોબર- ૨૦૧૯ માં ૮૭ બાળકો (૧૯.૩%),
નવેમ્બર-૨૦૧૯માં  ૭૧ બાળકો (૧૫.૫%) અને ડીસેમ્બર-૨૦૧૯ માં ૧૧૧ (૨૮%) નવજાત શિશુ ના મૃત્યુ થયેલ છે.
સિવિલ હોસ્પિટલ, અમદાવાદ, ખાતે ઓક્ટોબર ૨૦૧૯ દરમિયાન કુલ ૮૮૫ પ્રસૂતી , નવેમ્બર -૧૯ માં ૯૦૧ પ્રસૂતિ, ડીસેમ્બર-૧૯ માં ૮૪૯ પ્રસૂતિ થઈ હતી, તે પૈકી આ ત્રણ માસમાં ૧૯૪, ૧૮૯ અને ૧૭૨ બાળકો એસ.એન.સી.યુ માં સિવિલ હોસ્પિટલ અમદાવાદ માં જ પ્રસૂતિ થયેલ બાળકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૮૦૨ બાળકો અન્ય બહારની હોસ્પિટલ માથી રિફર થઈને સારવાર માટે દાખલ થયેલ હતા. જે પૈકી અનુક્રમે ઓક્ટોબર- ૨૦૧૯માં ૯૧ બાળકો  (૧૮.૪%), નવેમ્બર ૨૦૧૯ માં ૭૪ બાળકો  (૧૬.૪%) અને ડીસેમ્બર ૨૦૧૯ માં ૮૮ (૨૧.૨%) નવજાત શિશુ ના મૃત્યુ થયેલ છે.
વર્ષ ૨૦૧૯માં રાજ્યમાં સરકારી સંસ્થાઓ માં જન્મેલા અને ખાનગી દવાખાનામાંથી રિફર થયેલા ગંભીર બીમારી વાળા ૫૩૪૩૨ બાળકો ને ખાસ નવજાત શિશુ સારવાર(જીદ્ગઝ્રેં) કેન્દ્રો માં એડિ્‌મશન થયેલ છે જેમાથી ૩૩૪૩૬ જે તે હોસ્પીટલમાં જન્મ થયેલ પૈકી ના અને ૧૯૯૯૬ અન્ય સરકારી અને ખાનગી સંસ્થાઓ તથા નજીકના રાજ્ય રાજસ્થાનના જોધપુર, શિરોહી, ઉદ્દેપુર, બાંસવાડા, ડુંગરપુર જિલ્લાના તથા મધ્યપ્રદેશના રતલામ, મંદસોર, જબુઆ જિલ્લાના અને મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના કુલ મળી અંદાજે લગભગ


Download Our B K News Today App



Related News