અમદાવાદ શહેરમાં ડિસેમ્બરમાં ઠંડીનો પારો 8 ડિગ્રી સુધી ગગડશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-25 17:05:04
  • Views : 329
  • Modified Date : 2019-10-25 17:05:04

ચોમાસાની સિઝન બાદ હવે શિયાળો પણ વધુ ઠંડો બની શકે છે. અમદાવાદમાં ઓક્ટોબરનાં છેલ્લાં અઠવાડિયાથી ઠંડીનું પ્રમાણ વધશે. 15 નવેમ્બરથી શહેરમાં ઠંડીનો પારો 15 ડિગ્રીથી નીચે જ્યારે 15 ડિસેમ્બરથી લઘુતમ તાપમાન 10 ડિગ્રી નીચે જશે. છેલ્લાં 7 વર્ષમાંથી 4 વર્ષ દરમિયાન ડિસેમ્બરમાં ઠંડીનો પારો 7.4થી 8.3 ડિગ્રી વચ્ચે નોંધાયો છે. શિયાળાની સિઝનમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરીમાં પોલર વોર્ટેક્સ નબળો પડતાં ઠંડીનો પારો 8.0 ડિગ્રી સુધી ગગડવાની શક્યતા હવામાન વિશેષજ્ઞે કરી છે.હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, છેલ્લાં 7 વર્ષમાં એટલે કે 2012થી 2018 શિયાળાની સિઝનમાં 20થી 29 ડિસેમ્બર વચ્ચે 7.4થી 8.3 ડિગ્રી વચ્ચે સૌથી નીચું લઘુતમ તાપમાન નોંધાયું હતું. છેલ્લાં સાત વર્ષોમાં 15 ડિસેમ્બર-2014નાં રોજ સૌથી નીચું 7.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ વર્ષે અમદાવાદમાં શિયાળો સામાન્ય રહેશે. હાલમાં પવનની દિશા બદલાઇને હિમાલય તરફથી ઉત્તરથી પૂર્વનાં ઠંડા પવનોથી વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી વર્તાઇ રહી છે. જો કે, ઓક્ટોબરનાં છેલ્લાં અઠવાડિયાથી અમદાવાદમાં ઠંડીમાં ક્રમશ: વધારો થશે. તેમજ 5 નવેમ્બરથી શહેરમાં ઠંડીનો પારો 15 ડિગ્રીથી નીચે જ્યારે 15 ડિસેમ્બરથી લઘુતમ તાપમાન 10 ડિગ્રી નીચે પહોંચવાની શક્યતા છે. તેમજ આ વર્ષે પણ ડિસેમ્બરનાં છેલ્લાં અઠવાડિયામાં લઘુતમ તાપમાન 8.0 ડિગ્રી કે તેનાથી નીચે જઇ શકે છે.15 ડિસેમ્બર 2014માં સૌથી ઓછુ 7.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું​​​​​​​

2012ડિગ્રી
29 નવેમ્બર11.3
29 ઓક્ટોબર15.8
28 ડિસેમ્બર9.2
2013
30 ઓક્ટોબર18.1
20 નવેમ્બર12.8
28 ડિસેમ્બર8.3
2014
23 ઓક્ટોબર19
27 નવેમ્બર15
15 ડિસેમ્બર7.4
2015
29 ઓક્ટોબર17.1
28 નવેમ્બર13
20 ડિસેમ્બર8
2016
29 ઓક્ટોબર17
10 નવેમ્બર13.1
24 ડિસેમ્બર10.7
2017
28 ઓક્ટોબર17.2
25 નવેમ્બર11.6
24 ડિસેમ્બર10.1
2018
31 ઓક્ટોબર17.9
18 નવેમ્બર14.2
27 ડિસેમ્બર8

ડિસેમ્બર-ફેબ્રુઆરીમાં કેમ વધુ ઠંડી પડે છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરીમાં પોલર વોર્ટેક્સ (પૃથ્વીનાં ઉપરનાં વાતાવરણનાં પવનો) નબળો પડે છે, જેથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ સર્જાય છે. તેની સાથે પવનની દિશા અને એન્ટિ સાઈક્લોનની અસરથી ઉપરનાં લેવલની ઠંડી હવા ઝડપથી નીચે આવે છે, જેને કારણે શીત લહેરનું પ્રમાણ વધતાં લઘુતમ તાપમાન ખૂબ જ ઝડપથી ઘટે છે, જેને કારણે ડિસેમ્બરથી ફેબ્રુઆરીમાં સૌથી વધુ ઠંડી પડે છે.ડબલ સિઝનના કારણે શહેરમાં વાઈરલ ઇન્ફેક્શનનાં કેસમાં 30 ટકાનો વધારો અમદાવાદમાં છેલ્લાં પાંચ દિવસથી દિવસે ગરમી અને સવારે-રાત્રે ઠંડકની બેવડી સિઝન તેમજ દિવાળીમાં સફાઇ અને કલરકામથી વાઈરલ ઇન્ફેક્શનનાં કેસમાં 30 ટકાનો વધારો થયો છે. ખાસ કરીને નાના બાળકો અને વિવિધ રોગથી પીડાતા વૃદ્ધોમં શરદી,ખાંસી, તાવ, બ્રોન્કાઇટિસ અને દમનાં કેસ પણ વધ્યાં છે.એમ.ડી. ફિઝિશિયન ડો. પ્રવીણ ગર્ગ જણાવે છે કે, શહેરમાં પાંચ દિવસથી દિવસે ગરમી અને સવાર-સાંજ ઠંડી પડી રહી છે. જેને લીધે શહેરમાં વાઈરલ ઇન્ફેક્શનનાં કેસમાં 30થી 35 ટકાનો વધારો થયો છે. હોસ્પિટલની ઓપીડીમાં 100માંથી 30થી 40 કેસ વાઈરલ ઇન્ફેક્શનનાં હોય છે.સિનિયર ચેસ્ટ ફિઝિશિયન ડો. નરેન્દ્ર રાવલ જણાવે છે કે, ચોમાસું પૂરું થયાં બાદ વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે, સાથો સાથ દિવાળીમાં ઘરની સફાઇ અને કલરકામ અને ખરીદીની દોડભાગની ફેફસાં પર અસર થાય છે, જેથી વાઈરલ ઇન્ફેક્શનનાં કેસમાં 30-35 ટકાનો વધારો થયો છે.

Download Our B K News Today App



Related News