અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, જાણો કયા-કયા વિસ્તારમાં ખાબક્યો વરસાદ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-18 11:17:27
  • Views : 524
  • Modified Date : 2019-08-18 11:17:27

 મોડી સાંજે અમદાવાદ અને ગાંધીનગરમાં અચાનક જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી હતી. અમદાવાદના ચાંદલોડિયા, એસ.જી. હાઈવે, સરખેજ, ગોતા, જગતપુર, સોલા અને થલતેજ સહિતના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પછી વરસાદ પડવાથી ઠંડક પ્રસરી ગઈ છે.અમદાવાદનાં વૈષ્ણોદેવી સર્કલ, અડાલજ, બોપલ, ઘુમા, એસજી હાઇવે, સોલા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. બગોદરામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.આખો દિવસ ઉકળાટભર્યા વાતાવરણ બાદ અચાનક વાતાવરણમાં પલટો થયો અને વીજળીનાં કડાકા-ભડાકા સાથે વરસાદે બેટિંગ શરૂ કરી દીધી હતી. આ ઉપરાંત અમદાવાદ જિલ્લાનાં વિરમગામ, ડુમાણા, કાંકરાવાડી, વણી, ગોરૈયા, રહેમલપુર, કાલીયાણા, ધાકડીમાં પણ વરસાદ પડ્યો હતો.


Download Our B K News Today App



Related News