અહેમદ પટેલની ઉપસ્થિતિમાં છાપી ખાતે પાટણ લોકસભાના ઉમેદવારના સમર્થનમાં જાહેરસભા યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-19 05:20:09
  • Views : 497
  • Modified Date : 2019-04-19 05:20:09

વડગામ તાલુકાના છાપી હાઇવે રોડ ઉપર સવારે ૧૧ઃ૦૦ કલાકે ઉત્તર ગુજરાત લોકસભાના ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસની જાહેરસભા યોજવામાં આવી હતી.
આ સભાને સંબોધતા રાજ્યકક્ષાના સાંસદ અને સોનિયા ગાંધીના અંગત સચિવ તથા સલાહકાર અહમદ પટેલની ઉપસ્થિતિમાં જાહેરસભા રાખવામાં આવી હતી. જેમાં અહમદ પટેલે જણાવ્યું હતું કે મોદી સરકાર સરેઆમ નિષ્ફળ નિવડી રહ્યા છે.ગરીબોના કોઇ જ કામ થયા નથી. આ સરકાર ઉદ્યોગપતિઓની છે. તેમજ નરેન્દ્ર મોદી જુઠ્ઠાણુ ફેલાવી જનતાને ગુમરાહ કરી રહ્યા છે. પરંતુ લોકો હવે સમજી ગયા છે. આ વખતે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનવાની છે અને જે લોકો ગરીબોના પૈસા ખાઇ ગયા છે. તેમની પાસેથી એક-એક પૈસાનો હિસાબ લેવામાં આવશે. આ વખતે કોંગ્રેસ તરફ વધુ મતદાન થાય અને રાહુલનાં હાથ મજબૂત કરવા હાકલ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં કોંગ્રેસના જિલ્લા તથા તાલુકાના કાર્યકરો,હોદેદારોએ વધુ
સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આમ સભા પૂર્ણ થયા પછી છાપી ગામના નેદરીયા ઇલિયાસભાઇ અલાઉદ્દીનભાઇ જેઓ કોંગ્રેસની વિચારધારા ધરાવે છે અને વર્ષાેથી કોંગ્રેસને મત આપવાવાળાએ જ્યારે અહમદ પટેલને રજૂઆત કરી કે તમે અમારા મુસ્લિમોના કામ કેમ કરતા નથી. આ રજૂઆતથી વાતાવરણ ગરમાયું હતું અને કોંગ્રેસ કાર્યકર્તાઓમાં તેમજ સભામાં કચવાટ ઉભો થયો હતો અને અહમદ પટેલે
અરજદારને લેખિતમાં જવાબ આપ્યો હોવાનું કહી ચુપકીદી સેવી દીધી હતી.તેમજ આ અંગે વધારે હોબાળો  ન  થાય તે માટે અરજદારને ગાડીમાં બેસાડી સભા સ્થળથી દૂર લઇ જવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News