વતન પિરામણમાં માતા-પિતાની કબરની બાજુમાં જ અહેમદ પટેલના પાર્થિવ દેહની દફનવિધિ કરાઇ, કબ્રસ્તાન બહાર હજારોની સંખ્યામાં લોકોનો જમાવડો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-26 12:44:35
  • Views : 432
  • Modified Date : 2020-11-26 12:44:35

    ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા પિરામણ ગામમાં આવેલા કબ્રસ્તાનમાં તેમના માતા-પિતાની કબરની બાજુમાં જ અહેમત પટેલના પાર્થિવ દેહની દફનવિધિ કરવામાં આવી હતી. દિલ્હીની હોસ્પિટલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું નિધન થતાં ખાસ ચાર્ટર પ્લેન મારફતે તેમના પાર્થિવ દેહને વડોદરા એરપોર્ટ પર લવાયો હતો. જ્યાંથી અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં રાત્રિ દરમિયાન રાખવામાં આવ્યો હતો.જ્યાંથી અહેમદ પટેલનો પાર્થિવ દેહ વતન પિરામણ લઇ જવાયો હતો. જ્યાં સુન્ની વહોરા મુસ્લિમ જમાઅતના કબ્રસ્તાનમાં અહેમદ પટેલની અંતિમ વિધિ શરૂ કરવામાં આવી હતી. અને જનાજાની નમાઝ અદા કર્યાં બાદ તેમની દફનવિધિ કરવામાં આવી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ અહેમદ પટેલના પાર્થિવ દેહને કાંધ આપી હતી. કબ્રસ્તાનની બહાર હજારોની સંખ્યામાં લોકોનો જમાવડો થયો હતો. જોકે કબ્રસ્તાનમાં 50 લોકોને જવાની મંજૂરી હોવાથી લોકો અંતિમ દર્શન માટે અંદર જઇ શક્યા નહોતા.

     અહેમદ પટેલની અંતિમ ઇચ્છા પ્રમાણે પિરામણ ગામના કબ્રસ્તાનમાં તેમના માતા-પિતાની કબરની બાજુમાં તેમની દફનવિધિ કરવામાં આવશે. છત્તીસગઢના CM ભુપેશ બઘેલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ અને કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલા પણ અહેમદ પટેલની અંતિમવિધિમાં કબ્રસ્તાન ખાતે પહોંચ્યા હતા.અહેમદ પટેલની અંતિમ વિધિમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી સુરત એરપોર્ટથી પિરામણ ગામ પહોંચ્યા હતા. જેમની સાથે સોનિયા ગાંધીએ શ્રદ્ધાંજલિ માટે પુષ્પગુચ્છ મોકલ્યા હતા. જે રાહુલ ગાંધીના પાર્થિવ દેહ પર અર્પણ કર્યાં હતા. આ ઉપરાંત અહેમદ પટેલના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ, કોંગ્રેસના કાર્યકરો અને લોકો ઉમટી પડ્યા હતા.

       કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના નિધનના પગલે રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભરૂચથી અંકલેશ્વર ખાતે દફનવિધિમાં હાજરી આપવા આજે દિલ્હીથી ચાર્ટડ પ્લેન દ્વારા સુરત એરપોર્ટ આવી પહોંચ્યા હતા. સુરત એરપોર્ટથી રાહુલ ગાંધી ઇનોવા કારમાં સવાર સવાર થઈને પિરામણ ગામ જવા રવાના થયા હતા. રાહુલ ગાંધી સ્વર્ગવાસ પામેલા અહેમદ પટેલની દફનવિધિમાં હાજર રહેવાના છે. જ્યાં સુરત એરપોર્ટથી સીધા તેઓ બાયરોડ પિરામણ જવા રવાના થયા છે. રાહુલ ગાંધીના આગમનના પગલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, રાજીવ સાંતવ ઉપરાંત હાર્દિક પટેલ સહિતના નેતાઓ પણ એરપોર્ટ પોહચ્યા હતા.


Download Our B K News Today App



Related News