સિદ્ધપુરમાં કોરોનાની ત્રીજી લહેર પહેલા રોટરેક્ટ ક્લબ દ્વારા રક્ત એકત્રિત કરવાનું આગવું આયોજન કરાયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-08 12:53:34
  • Views : 245
  • Modified Date : 2021-07-08 12:53:34

     સમગ્ર વિશ્વ કોરોના કહેર સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે હવે વૈજ્ઞાનિકો દ્વારા ભારતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર પણ આવવાના સંકેતો જોવા મળી રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેરમાં ઓક્સિજનની કમીની સાથે રક્તની કમી ન સર્જાય તે માટે સિદ્ધપુરમાં આગવું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે સિદ્ધપુરની જનરલ સિવિલ હોસ્પિટલ સ્થિત બ્લડ બેંકમાં રક્ત એકત્રિત કરવા માટેનો રક્તદાન કેમ્પ રોટરેક્ટ ક્લબ ઓફ સિદ્ધપુર દ્વારા યોજવામાં આવ્યો હતો. રોટરેક્ટ ક્લબ ઓફ સિદ્ધપુર દ્વારા સિદ્ધપુર જનરલ સિવીલ હોસ્પિટલ સ્થિત બ્લડ બેંકમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામા આવ્યો હતો. જેમા 25 બોટલ બ્લડ ડોનેશનનો લક્ષ્યાંક મેળવ્યો હતો. જેમા સિદ્ધપુર રોટરી ક્લબના પ્રેસિડેન્ટ રાજેશભાઈ માધુ , સેક્રેટરી દશરથભાઈ , રોટેરીયન પ્રવિણભાઈ  મોદી , રોટરેક્ટ ક્લબના પ્રેસિડેન્ટ સાગર મોદી ,  અને કૌશલ પંચાલ , મેમબર્સ દિક્ષિત મોદી ઉપસ્થિત રહી બ્લડ કેમ્પમાં પોતાનું યોગદાન આપ્યું હતું.

Download Our B K News Today App



Related News