લોકસભા ચૂંટણી પૂર્વે શિક્ષકો અને કર્મચારીઓએ સરકારનું નાક દબાવવાનો પ્રયાસ કરતા ફરી આંદોલનના મંડાણ કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-07 12:44:55
  • Views : 72
  • Modified Date : 2024-03-07 12:44:55

જુની પેન્શન યોજના સહિતની માગણી સાથે સરકારી કર્મચારીઓએ ફરી લડતના મંડાણ કર્યા છે. અમદાવાદ સહિત રાજ્યના એક લાખ જેટલા શિક્ષકો અમે કર્મચારીઓએ સરકાર સામે આંદોલન છેડ્યુ છે. જેમા તેમની મુખ્ય માગણી છે જુની પેન્શન યોજનાને પુન: લાગુ કરવી. ગાંધીનગર, અમદાવાદ સહિત એક લાખ જેટલા કર્મચારીઓ વિવિધ માગોને લલઈને મતદાન કરતા જોવા મળ્યા હતા. આ મતદાન અંતર્ગત તેમની માગોની પ્રાથમિક્તા નક્કી કરાશે. માગ નહીં સંતોષાય તો 9 માર્ચે શિક્ષકો- કર્મચારીઓ મહાપંચાયત યોજવાના છે.

Download Our B K News Today App



Related News