ગુજરાત ચૂંટણીની જાહેરાત પહેલા સરકારે હોમગાર્ડ અને જીઆરડી જવાનનો વધાર્યો પગાર

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-11-03 12:27:47
  • Views : 302
  • Modified Date : 2022-11-03 12:27:47

     ગુજરાત ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવો પગાર વધારો જાહેર કર્યો છે. હોમગાર્ડ અને GRD જવાનના દૈનિક ભથ્થામાં વધારો કરાયો છે. હવે હોમગાર્ડના જવાનને પ્રતિદિન 300 રૂપિયાના બદલે 450 રૂપિયા મળશે. જેથી 150 રૂપિયાનો વધારો આપવામાં આવ્યો છે. આ સાથે GRD જવાનને પ્રતિદિન 200 રૂપિયાના બદલે 300 રૂપિયા આપવામાં આવશે. 1 નવેમ્બર 2022થી હોમગાર્ડ અને GRDના જવાનોનો પગાર વધારો લાગુ પડશે.

આ અંગેની જાહેરાત કરતા રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, જીઆરડી અને હોમગાર્ડના જવાનો માટે આજનો દિવસ દિવાળી જેવો બનશે. હોમગાર્ડનાં સભ્યને પ્રતિદિન 300નાં બદલે 450 રૂપિયા મળશે. જીઆરડીનાં સભ્યાને હાલનાં પ્રતિદિન 200ને બદલે 300 રૂપિયા મળશે. માનદ વેતન સુધારાની અમલવારી 1-11-2022થી ગણવામાં આવશે.



Download Our B K News Today App



Related News