લોકડાઉન વચ્ચે પણ સર્જાયો અકસ્માત ઃ રાહદારીનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-17 11:31:21
  • Views : 519
  • Modified Date : 2020-04-17 11:31:21

હાલમાં કોરોના વાયરસનો કહેર વર્તાઇ રહ્યો છે, જેના કારણે તમામ વિસ્તારોને
સંપૂર્ણપણે લોકડાઉન કરી દેવામાં આવ્યા છે. ત્યારે ડીસા તાલુકાના જોરાપુરા ગામ પાસે અજાણ્યા વાહનની ટકકરે રાહદારીનું મોત નીપજ્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાં થોડા સમય પહેલા માર્ગ અકસ્માતના બનાવ દિવસેને દિવસે વધી જવા પામ્યા હતા જેના કારણે અનેક લોકો મોતને ભેટયા હતા. પરંતુ હાલમાં કોરોના વાયરસ સામે લડાઈને લઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશને બીજા તબક્કામાં ૧૯ દિવસ માટે લોકડાઉન કરી દેવામાં આવ્યો છે. જેના કારણે હાલ રસ્તાઓ સુમસામ બની ગયા છે. પરંતુ આવી સ્થિતિમાં ડીસા તાલુકાના જોરાપુરા ગામ પાસે એક અજાણ્યા વાહનચાલકે રસ્તા પર ચાલતા રાહદારી મનુભાઈ ઉર્ફે શૈલેષ રહે.વેડચા વાળાઓને ટક્કર મારી હતી. જ્યાં તે રોડ પર પટકાતા તેનું ઘટનાસ્થળે કરુણ મોત
નીપજ્યું હતું. આ અકસ્માતની જાણ આજુબાજુના લોકોને થતા તાત્કાલિક ધોરણે ડીસા તાલુકા
પોલીસને જાણ કરી હતી. જ્યાં
પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિને ડીસાના સેવાભાવી મનુભાઈ આસનાની દ્વારા તેની લાશને પી.એમ. અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News