અહો આશ્ચર્યમ...!દિયોદરના મકડાલા ગામે દૂધીનો વેલો બન્યો વિશાળકાય, આખા ઘર ઉપર પથરાતા લોકોમાં કુતૂહલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-02-08 13:26:06
  • Views : 682
  • Modified Date : 2022-02-08 13:26:06

અહો આશ્ચર્યમ...!દિયોદરના મકડાલા ગામે દૂધીનો વેલો બન્યો વિશાળકાય, આખા ઘર ઉપર પથરાતા લોકોમાં કુતૂહલ

 

 

દિયોદર તાલુકાના મકડાલા ગામે એક દૂધીનો વેલો વિશાળ કાય બન્યો છે અને આખા ઘર ઉપર પથરાયો છે..જેને જોઈ લોકો આશ્ચર્ય અનુભવી રહ્યા છે

 

     આમ તો શાકભાજી ના છોડ નાના તો કોઈ વેલા વાળા હોય છે વેલા વાળા શાકભાજી માં એક દૂધી નું પણ આગવું સ્થાન છે દૂધી નો વેલો માપ માં ફેલાતો હોય છે પણ દિયોદર તાલુકા ના મકડાલા ગામે એક દૂધી નો વેલો વિશાળ કાય બન્યો છે અને આખા ઘર ઉપર પથરાયો છે

   બનાશકાંઠા ના દિયોદર તાલુકા ના મકડાલા ગામના વતની ઠાકરસીભાઈ કાળાભાઈ રબારી પોતાના પરિવાર સાથે ગામ માં વસવાટ કરે છે ચાર માસ અગાઉ ઠાકરસીભાઈ એ પોતાના ઘર ની બાજુ માં એક દૂધી નું બી લાવી રોપણી કરી હતી જે દૂધી નો વેલો હાલ એટલો વિશાળ કાય બન્યો છે કે જે આખા ઘર ઉપર પથરાઈ ગયો છે જેને જોઈ લોકો આશ્ચર્ય અનુભવી રહ્યા છે

 

-- દૂધી નો વેલો ઓર્ગેનિક

 

     આ દૂધી ના બી ને ચાર માસ પહેલા વાવણી કરી હતી અને જેમાં કોઈ પણ પ્રકારની દવા કે રાસાયણિક ખાતર આપવામાં આવ્યું નથી માત્ર એ વેલા ને દરોજ પાણીજ આપવામાં આવ્યું છે આ દૂધી નો વેલો ઓર્ગેનિક હોવાના કારણે આ દૂધી ની સબ્જી પણ સ્વાદિષ્ટ બને છે

 

-- એક વેલા ઉપરથી ૪૦૦ થી ૫૦૦ કિલો નું ઉત્પાદન

ગ્રામજનો અને સાગા સંબંધી ને મફત માં દૂધી આપી

 

  દૂધી ના એક વેલા ઉપરથી ચાર માસ માં અંદાજીત ચારસો થી પાંચસો કિલો નું ઉત્પાદન મળ્યું છે જે દૂધી જેમણે ગ્રામજનો તેમજ સગા સંબંધી ને મફત માં સબ્જી બનાવા આપી છે

 

 

Download Our B K News Today App



Related News