સાધના કોલોનીમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના અંગે કૃષિ મંત્રીએ સંવેદના વ્યકત કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-25 15:10:23
  • Views : 115
  • Modified Date : 2023-06-25 15:10:23

 જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના જુના આવાસમાં એક બિલ્ડિંગ શુક્રવારે ધરાશાયી થયું હતું. જેમાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે પાંચ લોકોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બનાવના બીજા દિવસે શનિવારે કૃષિ મંત્રી રાધવજી પટેલ વિસ્તારની મુલાકાત લીધી હતી અને સ્થાનિકોને મળ્યા હતા.શહેરના જર્જરીત મકાનો દુર કરીને લોકોને સલામત આશ્રયસ્થાન મળે તે માટે તંત્ર સાથે ચર્ચા કરીને જરૂરી કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે હાઉસિંગ બોર્ડ દ્વારા ત્રણ વખત નોટીસ આપવામાં આવી હતી. જો કે સ્થાનિકોએ કોઈ નોટીસ મળી ન હોવાનું જણાવ્યું છે.કૃષિ મંત્રી જામનગરના સાધના કોલોની વિસ્તારમાં પહોંચતા આવાસના રહેવાસીઓએ પોતાની મુશ્કેલીઓ અંગે રજુઆત કરી હતી. બિલ્ડિંગ ધરશાયી થતા બેઘર બનેલા પરીવારોએ સરકાર આશ્રય આપે તેવી માંગ કરી હતી. હાલ અનેક આવાસ જર્જરીત છે. તે કોઈ પણ સમયે પડે તો વધુ લોકોના જીવ જાય તે પહેલા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવેલ મકાનમાં ભષ્ટ્રાચાર થયો હોવાથી તેની તટસ્થ તપાસની માંગ પણ કરી હતી. સાધના કોલોની તૈયાર હાઉસિંગ બોર્ડના નવા મકાનમાં લોકોને સ્થાળાંતર કરવાની માંગ કરી હતી.સાધના કોલોનીમાં કુલ 365 આવાસો બનેલા છે. તે પૈકી એક બિલ્ડિંગનો એક ત્રણ માળનું બિલ્ડિંગ પડતા અકસ્માત સર્જાયો હતો. હાલ ધરાશાયી થયેલ બિલ્ડિંગના બીજા ભાગમાં રહેતા લોકોને તંત્ર દ્વારા સ્થળાંતરિત કરાયા હતા. તો આ બિલ્ડિંગની આસપાસ રહેતા લોકો સ્વૈચ્છિક આવાસ છોડીને અન્ય જગ્યાએ જતા રહ્યા છે. અનેક લોકો પાસે આવાસ છોડી બીજી જગ્યાએ જવા માટે પૈસા ન હોવાથી જર્જરીત જૂના આવાસમાં જીવના જોખમે રહે છે.

Download Our B K News Today App



Related News