કોવિડ-૧૯ માર્ગદર્શિકાના પાલન સાથે મહેસાણા જિલ્લામાં ખેડૂત અગ્રણીઓ સાથે બેઠક યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-30 11:12:54
  • Views : 423
  • Modified Date : 2020-05-30 11:12:54

મહેસાણા જિલ્લામાં કોવિડ-૧૯ની તમામ માર્ગદર્શિકાના
પાલન સાથે  આત્મારામ કાકા ફીઝીયોથેરાપી હોલ મહેસાણા ખાતે ખેડુત અગ્રણીઓ સાથે બેઠક યોજાઇ હતી.સોશ્યલ ડિસ્ટન્સીંગ અને માસ્ક સાથે ખેડુત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા,બેઠકમાં ખેડુતોના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરી તેનું નિરાકરણ માટે ખાસ અનુંરોધ કરાયો હતો.
જિલ્લા કલેકટર એચ.કે.
પટેલે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનું
પાલન થાય તે જરૂરી છે. જિલ્લામાં કોરોનાને પરાસ્ત કરવા માટે સૌનો સહયોગ જરૂરી છે.તેમણે ઉમેર્યું હતું કે સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કને જીવનનો હિસ્સો બનાવી કોવિડને પરાસ્ત કરવા જણાવ્યું હતું
જિલ્લા કલેકટરે ઉમેર્યું હતું કે આગામી સમયમાં સમુદ્રી  પ્રેશરને પગલે કારણે ૩૦ મેથી ૦૨ જુન સુધી કમોસની વરસાદ થવાની શક્યતા છે જેથી આપણે સાવચેતી અને સાવધાની રાખવા પણ અનુંરોધ કર્યો હતો.આ ઉપરાંત ખેડુતોના વિવિધ પ્રશ્નોની વિસ્તૃત માહિતી મેળવી સંબધિત અધિકારીઓેને નિરાકરણ લાવવા સુચિત કર્યા હતા
જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ જણાવ્યું હતું કે જિલ્લાના ગામડાઓમાં કોવિડને પગલે આપણે મુવમેન્ટ રજિસ્ટર સહિત ઓનલાઇન એન્ટ્રી દ્વારા નોંધ કરાઇ રહી છે.ખેડુતો પણ ગામડામાં સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કનું
પાલન કરે તે જરૂરી છે.
બેઠકમાં ઉપસ્થિત ખેડુતોએ ખેડીવાડી, સિંચાઇ, વનવિભાગ, મહેસુલ, પોલીસ સહિતના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરી હતી જેને જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સંબધિત અધિકારીઓને સુચિત કર્યા હતા.
જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લામાં આપણે તીડ  બાબતે સાવચેત રહેવા જણાવ્યું હતું. આ બાબતે તેમણે જિલ્લામાં તીડ દેખાય તો જિલ્લા કંટ્રોલ રૂમ નંબર ૦૨૭૬૨-૨૨૨૩૧૭
પર સંપર્ક કરવા પણ જણાવ્યું હતું.,

Download Our B K News Today App



Related News