ડીસાના જીવદયા પ્રેમી ભરત કોઠારીની અગ્નિસંસ્કાર ગૌશાળામાં કરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-28 11:44:39
  • Views : 286
  • Modified Date : 2020-12-28 11:44:39

 બનાસકાંઠા જિલ્લાના રાજપુર ખાતે રહેતા જીવદયા પ્રેમી ભરતભાઈ કોઠારીનું ગતરોજ અકસ્માતમાં મોત
નીપજ્યું હતું. જેમની  અંતિમયાત્રાની ગત રવિવારે નીકાળવામાં આવી હતી.  કાંટ પાંજરાપોળ ખાતે તેમને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. તેમની વિદાયથી સમગ્ર ડીસામાં શૉકની લાગણી જાેવા મળી હતી.
ડીસાના જીવદયા પ્રેમી ભરતભાઈ કોઠારી પોતાના મિત્રો સાથે રાજસ્થાનના જહાજપુર જૈન મંદિરે દર્શન કરવા જતા હતા તે દરમિયાન જાલોર નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે શ્વાનને બચાવવા જતા તેમની પજેરો ગાડી પલ્ટી ખાઈ જતા આ અકસ્માતમાં ભરતભાઈ કોઠારી સહિત અન્ય બે લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકોને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે નજીકની
હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ જૈન સમાજ સહિત સમગ્ર ડીસામાં વાયુવેગે પ્રસરી જતા શોકનો માહોલ છવાયો હતો. ભરતભાઈ કોઠારી છેલ્લા ૪૦ વર્ષથી પશુઓને બચાવવા માટેનું કામ કરતા હતા અને અત્યાર સુધી લાખો પશુઓને તેમને કતલખાને જતા બચાવ્યા છે. હાલમાં ડીસા તાલુકાના કાંટ ખાતે આવેલ પાંજરાપોળમાં દસ હજારથી પણ વધુ પશુઓને રાખી તેમનું જીવન નિર્વાહ ચલાવતા હતા. કોરોના વાયરસની મહામારીમાં જ્યારે સરકાર દ્વારા તમામ ગૌશાળા અને પાંજરાપોળમાં ઘાસની સહાય આપવાનું બંધ કર્યું હતું. ત્યારે પશુઓને સહાય
અપાવવાના આંદોલનમાં ભરતભાઈ કોઠારીનો મહત્વનો ભાગ હતો અને છેલ્લે તેમના આંદોલન થકી સરકારને પણ ફરીથી તમામ ગૌશાળાઓમાં સહાય આપવાની ફરજ પડી હતી. આમ, ભરતભાઈ કોઠારી ગાયોના આંદોલનમાં જાેડાઈ અને ગાયો માટે એક આગવું કામ કરતા હતા.
ભરતભાઈ કોઠારી છેલ્લા ૪૦ વર્ષથી ગાયોને બચાવવા માટેની શરૂઆત કરી હતી તેમને પોતાના સાથી-મિત્રો સાથે રહી કતલખાને જતી એક લાખથી પણ વધુ પશુઓને બચાવ્યા છે ભરતભાઈ કોઠારી પર અત્યાર સુધી અને જીવલેણ હુમલાઓ પણ થયા હતા. જેના કારણે પશુઓને બચાવતા તેમની પર સાથે પણ વધુ કેસો થયેલા છે ગાયો બચાવવાનું માત્ર એક લક્ષ્ય ભરતભાઈ કોઠારી તેમનું જીવન પસાર કરતા હતા. ત્યારે શનિવારે રાજસ્થાન ખાતે અકસ્માતમાં તેમનું મૃત્યુ નિપજતા રવિવારે ડીસા ખાતે તેમની અંતિમયાત્રા નિકાળવામાં આવી હતી. જ્યાં ૪૦ વર્ષથી કાંટ ખાતે આવેલ
પાંજરાપોળમાં તેમને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. તેમને અગ્નિદાહ આપતા જ જૈન સમાજ તેમજ ડીસા વાસીઓની આંખોમાંથી આંસુ સરી આવ્યા હતા અને તેમની આ વિદાયથી તેમના પરિવારમાં ઘેરશોકની લાગણી જાેવા મળી હતી.

Download Our B K News Today App



Related News