રાત્રે બે હજાર કિમી સુધી હુમલો કરી શકતી અગ્નિ-2નું સફળ પરીક્ષણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-17 15:02:32
  • Views : 421
  • Modified Date : 2019-11-17 15:02:32

અગ્ની મિસાઇલ-2નું સફળતા પૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું, આ મિસાઇલની પ્રથમ ટ્રાયલ હતી જ્યારે હજુ પણ આ પ્રકારના આગળના પરીક્ષણ કરવામા આવશે. આ મિસાઇલની ખાશિયત એ છે કે તે રાત્રે પણ 2000 કિમી સુધી હુમલા કરી શકશે. આ એક પ્રકારની બેલેસ્ટિક મિસાઇલ છે. આ મિસાઇલનું પરીક્ષણ ઓડિશાના બાલાસોરમાં સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાંડ (એસએફસી) દ્વારા રાત્રીના સમયે કરવામાં આવ્યું હતું.   અગ્નિ-2 બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ ગયા વર્ષે જ કરી લેવામાં આવ્યું હતું પણ પહેલી વખત રાત્રે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિસાઇલની ક્ષમતા 2 હજાર કીમીથી વધારીને 3 હજાર કીમી સુધી કરવામાં આવી શકે છે.આ મિસાઇલ એક હજાર કીલો વજર ધરાવતા આયુધને 2000 કિમી સુધી લઇ જઇ શકે છે. આના પર લગાવવામાં આવેલા હાઇ એક્યુરેસી નેવિગેશન સિસ્ટમથી યોગ્ય નિશાના પર માર કરવામાં આવી શકે છે. આ ઉપરાંત તેની ક્ષમતામા પણ વધારો કરવામાં આવી શકે છે. અગ્નિ-2 બેલેસ્ટિક મિસાઇલ 20 મીટર લાંબી છે, અને તેનું વજન આશરે 17 ટન માનવામાં આવે છે. આ મિસાઇલની સૌથી મોટી ખાશિયત એ છે કે તે રાત્રે પણ હુમલા કરવા સક્ષમ છે. મોટા ભાગે જ્યારે યુદ્ધ થાય છે ત્યારે રાત્રે પણ પાકિસ્તાન હુમલા કરી શકે છે.આવી સિૃથતિમાં પણ આ મિસાઇલ હવે ભારત પાસે આવી ગઇ હોવાથી પાકિસ્તાનમાં પણ એક પ્રકારનો ડર પેદા થઇ શકે છે. આ મિસાઇલમાં સારી આધુનિક નેવિગેશન સિસ્ટમ છે જેનાથી કમાંડ અને કન્ટ્રોસ સિસ્ટમ કામ કરી શકે છે.  આ પહેલા પણ અગ્નિ સિરિઝમાં કેટલીક મિસાઇલને લોંચ કરવામાં આવી ચુકી છે ત્યારે હવે રાત્રી વર્ઝનનું પણ પરીક્ષણ કરી દેવામાં આવ્યું છે.  15 વર્ષ પહેલા સૈન્યમાં અગ્નિ મિસાઇલ સામેલ થઇ હતી, જે બાદ તેની સીરીઝ આગળ વધતી ગઇ, અગાઉ અગ્નિ એક, અગ્નિ-3, અગ્નિ-4 અને એગ્નિ-5 મિસાઇલનું પણ પરીક્ષણ કરવામાં આવી ચુક્યું છે. હાલ જે પરીક્ષણ કરવામાં આવ્યું તે બે સ્ટેજ ધરાવતી મિસાઇલ સોલિડ ફ્યૂલથી ચાલશે.

Download Our B K News Today App



Related News