વાવાઝોડાથી ખળભળાટ, દ્વારકાના દરિયાએ ધારણ કર્યુ રૌદ્ર સ્વરુપ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-12 14:29:39
  • Views : 121
  • Modified Date : 2023-06-12 14:29:39

ગુજરાત પર Cyclone Biparjoyનું સંકટ તોળાઇ રહ્યુ છે. વાવાઝોડાના પગલે તંત્ર એલર્ટ પર છે. બીજી તરફ વાવાઝોડાની અસર દેખાવાની શરુ થઇ ગઇ છે. દેવભૂમિ દ્વારકામાં દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં 20થી 30 ફૂટ ઊંચા મોજા ઊછળી રહ્યા છે. દરિયાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વાવાઝોડાના કારણે દરિયાકિનારે લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. બીજી તરફ દ્વારકાના ભડકેશ્વર દરિયા કિનારે દરિયાઈ મોજાના કારણે ભેખડ ધસી પડી છે. દ્વારકામાં બિપોરજોય વાવાજોડાની વધારે અસર જોવા મળી રહી છે.

Download Our B K News Today App



Related News