હવે તો પાટનગરનુ સ્મશાન પણ થાકવા લાગ્યુ, ખુલ્લી જગ્યામાં અગ્નિદાહ શરૂ કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-17 11:44:52
  • Views : 402
  • Modified Date : 2021-04-17 11:44:52

ગાંધીનગર ઃ રાજ્યમાં કોરોનાનુ ભયાનક સ્વરૂપ સામે આવી રહ્યુ છે. સમગ્ર રાજ્યમાં લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે સ્થિતિ કંટ્રોલ બહાર જઇ રહી છે. શહેર અને આજુબાજુના ગામડાના સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવાની નોબત આવી રહી છે. ત્યારે હવે તો પાટનગરનુ સ્મશાન પણ થાકવા લાગ્યુ છે. ભઠ્ઠીઓ પીગળવા લાગી છે, ત્યારે હવે સગડી પણ ખૂટવા લાગી છે. ઓછી વસ્તીવાળા પાટનગરમાં સ્મશાનની ભઠ્ઠીઓ ખૂટવી તે સારી બાબત નથી. આજે સાબરમતિ નદીના કિનારે આવેલા મુક્તિધામમાં મૃતદેહની લાઇન લાગી હતી. છેલ્લા ૨૪ કલાકમાં ૩૨ કોરોનાગ્રસ્ત મૃતકોના અગ્નિ સંસ્કાર કરાયા હતા. પહેલા હોસ્પિટલમાં બેડ માટે, ત્યારબાદ ઇન્જેક્શન અને હવે મુક્તિધામમાં વેઇટીંગ જાેવા મળી રહ્યુ છે. ત્યારે સ્વજનોને મુક્તિધામમાં વધારે સમય રોકાવુ ના પડે માટે કાયમી ચાર સગડી બાદ નીચે ખુલ્લી જગ્યામાં અંગ્નિસંસ્કારની ક્રિયા ચાલુ કરવામાં આવી હતી. હવે ચોક્કસ લાગી રહ્યુ છેકે, હવે ભગવાન રૂઠ્યો છે.                   

Download Our B K News Today App



Related News