બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પશુબલીની ઘટના આવી સામે : માતાજીના સ્થાને બલી ચઢાવી હત્યા કરતા ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઇ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-03 12:06:21
  • Views : 2120
  • Modified Date : 2021-07-03 12:06:21

     ધાર્મિક તેમજ જાહેર સ્થળો પર પશુઓની હત્યા કરવી કે પશુ પર અત્યાચાર ગુજારાવો ગંભીર પ્રકારનો ગુનો ગણાય છે તેમ છતાં પણ કેટલાક લોકો હજુ પણ અબોલ પશુઓ પર ક્રૂરતા પૂર્વક અત્યાચાર કરતા ખચકાતા નથી. બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવના મોરીખા ગામે પણ આવી એક દર્દનાખ ઘટના સામે આવી છે મોરીખા ગામે પ્રાથમિક શાળાની બાજુમાં મેલડી માતાજી અને ઝાભડી માતાજીનું સ્થાનક આવેલું છે જે સ્થાનિક લોકો માટે આસ્થાના કેન્દ્ર સમાન ગણાય છે. જ્યાં આજે અમરા વેલાભાઈ રબારી સહિત ત્રણ લોકોએ એક બકરાને તીક્ષણ હથિયાર વડે માંથી ધડ થી અલગ કરી ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી હતી જ્યારે ગામના રહેવાસી વશરામભાઈ રબારી મંદિરે દર્શન કરવા જતા માતાજીનું સ્થાનક લોહીલુહાણ હાલતમાં જોતા તેઓ ડઘાઈ ગયા હતા. તે સમયે બાજુમાં ઊભેલા અમરાભાઇ રબારી સહિત ત્રણેય શખ્સોને ઠપકો આપવા જતાં તેઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી ગયા હતા જે અંગે વશરામભાઈ રબારીએ પશુબલી ચડાવી લોકોના આસ્થા સમાન મંદિરને અપવિત્ર કરતા ત્રણેય લોકો સામે વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Download Our B K News Today App



Related News