અંબાજી અને દાંતા પંથકમા ખાદ્ય સામગ્રી નો નાશ આકસ્મીક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-01 18:01:04
  • Views : 768
  • Modified Date : 2020-05-01 18:01:04

 અંબાજી અને દાંતા પંથકમા આવેલી એક મહિનાથી બંદ પડેલી દુકાનોમા પડેલ અખાદ્ય સામગ્રી નો નાશ કરવા માટે આજે પાલનપુરથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અંબાજીની દુકાનોમા આકસ્મીક ચેકીંગ હાથ ધરવામાં આવતા વેપારીઓમા ફફડાટ વ્યાપી ગયો હતો આજે બપોરે દાંતા ખાતે 2 દુકાનોમાથી 300 લીટર પેપ્સીનો નાશ કરવામાં આવ્યો હતો અને એક્સપાયર ડેટ વાળો સામાનનો પણ નાશ કરાયો હતો આ સિવાય અંબાજીની 10 દુકાનોમા પણ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.જેમાં 200 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો.આજે દાંતા બાદ અંબાજી આવેલા ફૂડ વિભાગના અધિકારીઓ ભાટ વાસની દુકાનો અને અંબાજી-દાંતા ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. મીઠાઈ, બેકરી અને ફરસાણની દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા,એક્ષપાયાર ડેટનો સામાન મોટી સંખ્યામાં મળી આવ્યો અને અંબાજી ખાતે 25 લિટર સોફ્ટ ડ્રિંકનો નાશ કરવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News