ઈકબાલગઢ ગામ ના એ જી ફીડર ગ્રાહકો નો વિધુત બોર્ડ માં હલ્લાં બોલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-21 11:21:37
  • Views : 243
  • Modified Date : 2022-08-21 11:21:37

 

 

વિધુત બોર્ડ કર્મચારીઓ ની કામ કરવાની ઢીલી નીતિ ના લીધે 3 દિવસ થી અંધારા પટ....

 

અમીરગઢ તાલુકા ના ઈકબાલગઢ ખાતે આવેલ એ. જી. ઈકબાલગઢ ફીડર માં છેલ્લા ત્રણ દિવસથી વીજળી ગુલ છે જે જે અંગે ગ્રાહકો દ્વારા ડી. ઈ. સોની સાહેબ તેમજ હેલ્પરો ને કોન્ટેક્ટ કરતા છેલ્લા ત્રણ દિવસ થી એક જ રટણ રટવામાં  આવતો હતો કે કામ ચાલુ છે. લાઈટ આવી જશે જયારે અમુક હેલ્પરો ને ફોન ઉપાડીને જવાબ આપવાનો પણ સમય ન હતો.છેલ્લા ત્રણ દિવસથી સિંગલ તેમજ થ્રિ ફેજ લાઇટ વગર કંટાળેલા ગ્રાહકો 19/8/2022 નાં રોજ સવારે લોકો વિધુત બોર્ડ ઓફિસે આવી હલ્લાં બોલ કર્યો હતો. ઓફિસથી કોઈ સંતોષકારક જવાબ મળતો નથી છેલ્લા ત્રણ દિવસથી લાઈટ ન હોવાથી અમારે પીવાના પાણીના પણ ફાંફા પડી ગયા છે સોની સાહેબ તમે તેમના સ્ટાફ દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી જેના લીધે અમારા અંધારામાં રહેવું પડ્યું હાલના સોની સાહેબ તમે તેમનો સ્ટાફ કામગીરી કરવામાં નિષ્ફળ છે એટલે તાત્કાલિક ધોરણે તેમની બદલી કરો તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે. ગ્રાહકોનો હલ્લાં બોલ થતા ડી. ઈ. સોની સાહેબે જણાવ્યું હતું હે આજે કામ ચાલુ છે તમે મારી સાથે આવી જાત નિરીક્ષણ કરી શકો છો બને તેટલું જલ્દી એ જી  ફીડર ચાલુ થઇ જશે..

જયારે હલ્લાં બોલ માં એક ગ્રાહક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યું હતું કે વિધુત બોર્ડ ઓફિસ માં પૈસા આપો તો કામ થાય છે પૈસા વગર કોઈ પણ સાંભળતુ નથી જયારે બે દિવસ અગાઉ એક હેલ્પર ઓન ડ્યુટી એ દારૂ પીધેલ હાલત માં મળી આવ્યો હતો. આ બાબતે ઉચ્ચ અધિકારી ઓ દ્રારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માં આવે તેવી ગ્રામજનો ની ઉગ્ર માગ છે.

 

Download Our B K News Today App



Related News