વર્ષો બાદ વાત્રક અને ગુહાઈ જળાશય છલોછલ , સાબરકાંઠા અને અરવલ્લીમાં નહીં રહે પાણીની અછત

  • Published By :
  • Published Date : 2022-09-17 15:58:39
  • Views : 216
  • Modified Date : 2022-09-17 15:58:39

ગુહાઈ ડેમ 15 વર્ષ બાદ છલોછલ જોવા મળી રહ્યો છે. હિંમતનગર અને ઈડર તાલુકાની સરહદે આવેલો ગુહાઈ ડેમ અત્યાર સુધીમાં માત્ર એક જ વાર ઓવરફ્લો થયો છે. 15 વર્ષે હવે ગુહાઈ ડેમ વિક્રમી સપાટીએ પહોંચવાની સ્થિતિએ જોવા મળી રહ્યો છે. છેલ્લે વર્ષ 2008 માં 96 ટકા પાણીનો સંગ્રહ થયો હતો. એટલે કે 172.80 મીટરની સપાટીએ ગુહાઈ ડેમ હતો. ગુહાઈ ડેમની મુખ્ય સપાટી 173 મીટર છે. હવે તે મુખ્ય સપાટીથી ફક્ત દોઢ ફૂટ જ દૂર છે. જો પાણીની આવક થોડી વધે તો વર્ષો બાદ આ ડેમ ઓવરફ્લો થઈ શકે તેમ છે. ડેમ ઓવરફ્લો થાય તે પહેલા 29 જેટલા ગામોને એલર્ટ કરી દેવાયા છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ આ વખતે મહેર કરતાં મોટાભાગના જળાશયો છલોછલ થઈ ગયા છે અને વર્ષો બાદ સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાના બંને જળાશયો  છલોછલ ભરાઈ ગયા છે. નોંધનીય છે કે આ વર્ષે બંને જિલ્લાના 14 નાના-મોટા જળાશયો ભરાઈ જતાં લોકોને મોટી રાહત થઈ છે. આ વખતે વર્ષોથી ખાલી રહેતો . જેના કારણે ખેડૂતોને સિંચાઈની મોટી રાહત થઈ છે. હિંમતનગર અને ઈડર શહેર ઉપરાંત 100થી વધુ ગામડાઓને પીવાના પાણીની સમસ્યા આગામી 2 વર્ષ માટે હલ થઈ ગઈ છે. હાલમાં પણ ઉપરવાસમાં પાણીની વધુ આવકના કારણે વાત્રક ડેમમાં પાણીની આવક ચાલુ છે. જિલ્લાના અન્ય ડેમ પૈકી માઝૂમ, મેશ્વો અને વૈડી તાથા વારાસી ડેમ પણ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે. માઝૂમ ડેમમાં 700 ક્યુસેકની આવક સામે 700 જાવક છે તો મેશ્વો ડેમ માં 640 ક્યુસેક આવક સામે 640 જાવક છે જ્યારે વૈડી જળાશય માં 562 ક્યુસેક આવક સામે 562 જાવક થઈ રહી છે.

Download Our B K News Today App



Related News