ત્રણ દિવસ બાદ ભરૂચની સ્ટ્રીટ લાઈટોમાં પ્રાણ ફૂંકાતા થયું અજવાળુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-16 14:32:24
  • Views : 76
  • Modified Date : 2023-12-16 14:32:24

 આખરે શહેરના અલગ – અલગ વિસ્તારોમાં ઠપ્પ 2000 કરતા વધુ સ્ટ્રીટ લાઈટ ત્રણ દિવસ પછી ફરી ઝળહળતી થઇ છે. બાકી બીજબિલના વિવાદમાં ભરૂચ શહેરના મુખ્ય માર્ગો પર અંધારપટ છવાઈ ગયો હતો.ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, પ્રમુખ વિભુતી યાદવ અને કારોબારી સમિતિના અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિએ વીજકંપનીના અધિકારીઓને સરકારી યોજના અંતર્ગત બાકી બિલ અંગે હૈયાધારણા આપતા આખરે કાપી નખાયેલું વીજજોડાણ ફરી શરૂ કરાયું હતું.ઉલ્લેખનીય છે કે આ મામલે વિપક્ષ અને સામાજિક કાર્યકરોએ ભારે હોબાળો પણ મચાવ્યો હતો.વીજ જોડાણ કપાઈ જતા કોંગ્રેસે ખાલી તિજોરી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Download Our B K News Today App



Related News