ત્રણ દિવસની રજાઓ બાદ આજે ભારતીય શેરબજાર કારોબાર શરૂ કરી રહ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-26 08:24:44
  • Views : 108
  • Modified Date : 2023-12-26 08:24:44

ત્રણ દિવસની રજાઓ બાદ આજે ભારતીય શેરબજાર કારોબાર શરૂ કરી રહ્યું છે. એકતરફ અમેરિકામાં નાતન અને નતું વર્ષના વેકેશનનો માહોલ છે તો સામે બીજી તરફ સવારે 8 વાગે ગિફ્ટ નિફ્ટી 20 અંકની તેજી બતાવી રહ્યો હતો. આજે ઘણી ખબરો એવી છે કે કેટલાક શેરમાં ઉતાર - ચઢાવ બતાવી શકે છે. અહેવાલમાં અમે તમારું આ સ્ટોક્સ તરફ ધ્યાન દોરીએ છે જોકે અમારી સલાહ છે કે શેરબજારનું રોકાણ જોખમને આધીન છે. આર્થિક સલાહકારની મદદ સાથેજ રોકાણ કરવું જોઈએ.કંપનીએ તેની ભારતીય મીડિયા કામગીરીના વિલીનીકરણ માટે Walt Disney સાથે નોન બાઈન્ડીંગ કરાર કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંને કંપનીઓએ ગયા અઠવાડિયે લંડન-યુકેમાં આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. રિલાયન્સે હજુ સુધી ડિઝની ઇન્ડિયા સાથેના વિલીનીકરણ અંગેના મીડિયાના પ્રશ્નોનો સત્તાવાર જવાબ આપ્યો નથી.ગ્લોબલ ક્લાયન્ટે 1.5 બિલિયન ડોલરના કરારને સમાપ્ત કર્યો છે જે લગભગ 15 વર્ષના સમયગાળા માટે હતો. કંપનીએ સપ્ટેમ્બરમાં આ માટે કરાર કર્યા હતા.બોર્ડે રાઇટ્સ ઇશ્યૂ દ્વારા ₹4,200 કરોડ એકત્ર કરવાની મંજૂરી આપી છે. રાઇટ્સ ઇશ્યૂની શરતોમાં ઇશ્યૂની કિંમત, હકદારી ગુણોત્તર, રેકોર્ડ તારીખ અને સમય વધુ જાહેર કરવામાં આવશે.કંપનીએ તેના નિવેદનમાં કહ્યું છે કે AI અપનાવવાને કારણે ઓપરેશન અને માર્કેટ વર્કફોર્સમાં થોડો ઘટાડો થશે. આ નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે આના કારણે કર્મચારીઓ પરના ખર્ચમાં લગભગ 10-15%નો ઘટાડો થયો છે. જો કે, પછીના વર્ષ સુધીમાં મુખ્ય વ્યવસાયમાં માનવબળમાં લગભગ 15,000નો વધારો થયો હતો.ગુજરાત સરકારે ગિફ્ટ સિટી માટે હોટલ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં દારૂના સેવનને મંજૂરી આપી છે. આ નિર્ણયથી United Spirits, Radico Khaitan અને Som Distilleries ના શેરમાં હલચલ જોવા મળશે.ન્યૂનતમ પબ્લિક શેર હોલ્ડિંગને પહોંચી વળવા માટે, પ્રમોટર ઓપન માર્કેટ દ્વારા 1.24% હિસ્સો વેચવાની તૈયારી કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News