ભીલડી પંથકમાં ફુંકાયેલા વાવાઝોડા બાદ અનેક ગામોનો વીજપુરવઠો કાર્યરત ન થતા ખેડૂતો વીજ કંપનીની ઓફિસે ઘસી આવ્યા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-05 11:40:37
  • Views : 234
  • Modified Date : 2021-06-05 11:40:37

     ભીલડી પંથકમાં ફુંકાયેલા વાવાઝોડા બાદ અનેક ગામોનો વીજપુરવઠો કાર્યરત ન થતા ખેડૂતો વીજ કંપનીની ઓફિસે ઘસી આવ્યા હતા યુજીવીસીએલની ઢીલી નીતિના કારણે ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો ..ભીલડી પંથકમાં ગતરોજ ફૂંકાયેલા ભારે વાવાઝોડાના કારણે અનેક સ્થળો પર વીજ ફોલ્ટ સર્જાતા વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો ત્યારે ugvcl ની ઢીલી નીતિના કારણે બે દિવસ થવા છતાં પણ વીજ પુરવઠો કાર્યરત ન થતા અનેક ગામોના ખેડૂતો વીજ કંપનીની ઓફિસ પર ધસી આવી રજૂઆત કરી હતી  આ બાબતે ખેડૂતોએ જણાવ્યું હતું કે લાઈટ ન હોવાના કારણે ઉનાળાની ગરમી વચ્ચે માલઢારને પાણી પીવા પણ નથી જેના કારણે માલઢોર પણ તરસી રહ્યા છે  ત્યારે વીજપુરવઠો શરૂ કરવા માટે ખેડૂતો પણ મદદ કરવા તૈયાર છે પરંતુ ugvcl ની ઢીલી નીતિના કારણે  અનેક ગામોમાં વીજપુરવઠો કાર્યરત ન થતા ખેત વિસ્તારમાં રહેતા ખેડૂતો તકલીફમાં મૂકાતા ભીલડી ખાતે આવેલ વીજકંપનીની ઓફિસ પર ધસી આવી તાત્કાલિક ધોરણે વીજપુરવઠો કાર્યરત કરવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News