પાલનપુરના નગરસેવકના પુત્રએ પાડોશીની દીકરી સાથે મંદિરમાં લગ્ન કર્યા બાદ યુવક-યુવતીએ ગોબરી રોડ વિસ્તારમાંથી પસાર થતી ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-22 12:16:33
  • Views : 2581
  • Modified Date : 2022-01-22 12:16:33

 

બનાસકાંઠા જિલ્લામાં આત્મહત્યાના બનાવમાં વધારો દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે.ખાસ કરીને વાત કરવામાં આવે તો જિલ્લા છેલ્લા ઘણા સમયથી લોકો ન જેવી બાબતમાં આવેશમાં આવી જઈ આત્મહત્યા જેવી ઘટનાઓને અંજામ આપી રહયા છે.મોટાભાગે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આત્મહત્યાની ઘટનાઓ મોટા પ્રમાણમાં સામે આવી રહી છે. ત્યારે  આજે પાલનપુર ખાતે યુવક-યુવતીએ સામૂહિક ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે પાલનપુર નગર સેવક ના પુત્ર અને તેના બાજુમાં રહેતા પાડોશી ની દીકરી સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા અને લગ્ન કર્યા બાદ યુવક-યુવતી પાલનપુર વિસ્તારમાં આવેલ ગોબરી રોડ વિસ્તારમાંથી પસાર થતી ટ્રેન નીચે પડતું મૂકી સામૂહિક આપઘાત કર્યો હતો ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરતાં પાલનપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી મૃતક યુવતીના મૃતદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પાલનપુર પૂર્વ પોલીસે આપઘાત મામલે હાલ તો તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News