વરસાદ બાદ દૂધીવદર ગામ પાસેનો ફોફળ ડેમ છલોછલ ભરાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-06 16:06:35
  • Views : 111
  • Modified Date : 2023-07-06 16:06:35

 રાજકોટના જામકંડોરણામાં ધોધમાર વરસાદ બાદ ફોફળ ડેમ છલોછલ ભરાઇ ગયો છે. દૂધીવદર ગામ પાસે આવેલા ફોફળ ડેમમાં નવા નીરની આવક થઇ છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં નવા નીરની આવક થઇ છે. ડેમની કુલ જળ સપાટી 26 ફુટ છે, જેમાંથી 25.5 ફુટ સુધી ડેમમાં પાણીની આવક થઇ છે.ડેમ ઓવરફ્લો થવાને માત્ર અડધો ફુટ બાકી છે. જો પરવાસમાં વધુ વરસાદ થશે તો ડેમ ગમે ત્યારે ઉભરાઇ શકે છે. તે માટે ડેમના કાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. મહત્વનું છે, ફોફળ ડેમમાં હજુ પણ પાણીની આવક યથાવત છે. બીજી તરફ ડેમમાં નવા નીરની આવક થતા ધોરાજી અને જામકંડોરણાના 26 ગામોનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે.

Download Our B K News Today App



Related News