નેશનલ પીપલ્સ કોંગ્રેસની બેઠકમાં લાગી મહોર ,શી જીનપીંગ ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ બન્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-10 15:35:40
  • Views : 529
  • Modified Date : 2023-03-10 15:35:40

શી જીનપીંગ ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. નેશનલ પીપલ્સ કોંગ્રેસની 14મી બેઠકમાં શી જિનપિંગને ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનાવવા પર મહોર લાગી ચૂકી છે. 69 વર્ષીય શી જીનપીંગ તેમના ત્રીજા કાર્યકાળ સાથે આધુનિક ચીનમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર રાષ્ટ્ર પ્રમુખ બનશે. તો માઓ-ત્સે-તુંગ બાદ તેઓ બીજા નેતા છે, જેમની સતત ત્રીજા કાર્યકાળ માટે પસંદગી કરવામાં આવી છે. 

હકીકતમાં, ચીનની સંસદ નેશનલ પીપલ્સ કોંગ્રેસે રવિવારે (5 માર્ચ)એ તેની વાર્ષિક બેઠકની શરૂઆત કરી હતી. આ બેઠક એક સપ્તાહથી ચાલી રહી છે. આમાં 69 વર્ષીય શી જિનપિંગને કેટલાક પડકારો પણ સામનો કરવો પડ્યો. તેમની ઝીરો-કોવિડ નીતિને લઈને પણ ઘણા સવાલો ઉઠ્યા હતા. જોકે, તેઓ આ બધામાં પસાર થઈ ગયા. સાસંદોએ આ બધા આરોપોને બદલે બેઇજિંગના વિજ્ઞાન મંત્રાલય અને તકનીકી ક્ષમતાઓના વ્યાપક સુધારા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. 

રિપોર્ટ્સ અનુસાર, આ બેઠકમાં શી જિનપિંગનો કાર્યકાળ ત્રીજી વખત લંબાવવામાં આવ્યો છે. જેના કારણે ચીનમાં તેમની તાકાત વધુ મજબૂત થશે. આનો અર્થ એ થશે કે શી જીનપીંગ તેમના 70ના દાયકામાં સારી રીતે શાસન કરશે અને જો કોઈ પડકારો સામે નહીં આવે તો તેમનો કાર્યકાળ હજુ પણ લાંબા સમય સુધી રહેશે. 

નેશનલ પીપલ્સ કોંગ્રેસની બેઠકમાં દેશના આર્થિક વિકાસ દરને પાંચ ટકા પર રાખવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. તો ચીને વર્ષ 2023માં 18 લાખ કરોડ રૂપિયાનું સંરક્ષણ બજેટ રાખ્યું છે. આ ભારત કરતાં ત્રણ ગણું વધારે છે. જોકે, કોવિડ બાદ ચીનની અર્થવ્યવસ્થા ધીમી ગતિએ આગળ વધી રહી છે. વર્ષ 2022માં ચીનની અર્થવ્યવસ્થાની ગતિ ઘટીને માત્ર ત્રણ ટકા રહી હતી. 

Download Our B K News Today App



Related News