શહેરમાં વેક્સિનના બીજા તબક્કાનો પ્રારંભ, કલેક્ટર, DSP સહિતના અધિકારીઓ વેક્સિન લેશે, રોજના 300થી 400 પોલીસકર્મીઓને વેક્સિન આપવામાં આવશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-31 12:01:52
  • Views : 272
  • Modified Date : 2021-01-31 12:01:52

    ગુજરાતમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશનની શરૂ કરવામાં આવી છે. જેમા પહેલા તબક્કામાં ડોક્ટર તેમજ મેડિકલ સ્ટાફ તેમજ હેલ્થ વર્કરોનું રસીકરણ ચાલી થયું હતું. ત્યારબાદ હવે આજથી આજથી કલેક્ટર, DSP સહિત ફ્રન્ટલાઈન વોરિયર્સ વેક્સિન લેશે. મહેસૂલ, પોલીસ, શહેરી વિકાસ અને પંચાયત સહિતના વિભાગોમાં ફરજ બજાવતા 3 લાખથી વધુ ફ્રન્ટ લાઈન વોરિયર્સ માટે રસીકરણનો આરંભ થયો છે. ગાંધીનગરમાં પોલીસ વડા આશિષ ભાટિયા એ પ્રથમ વેક્સિન લઈને શરૂઆત કરી છે. હાલમાં અમદાવાદ પોલીસને સિવિલ હોસ્પિટલમાં વેકેશન આપવાની શરૂઆત કરી દેવાઈ છે. શાહીબાગના PI કે.ડી.જાડેજા અમદાવાદના પ્રથમ વેક્સિન લેનાર અધિકારી બન્યા છે. જ્યારે મહિલા અધિકારીઓમાં પ્રથમ વેક્સિન લેનાર PSI પી.એસ. ચૌધરી છે. સાથે સેકટર 2 જેસીપી ગૌતમ પરમાર, અમદાવાદ રેન્જ આઈજી વી.ચંદ્રશેખર, ટ્રાફિક જેસીપી મયકસિંહ ચાવડા, જોઈન્ટ સીપી અજય ચૌધરીએ પણ વેક્સિન લીધી હતી. તબક્કાવાર અનેક અધિકારીઓ અને કર્મચારીઓ અલગ અલગ કેન્દ્રો પર વેક્સિન લેશે.

    બીજા તબક્કામાં ફ્રન્ટલાઈન વોરિયર્સને વેક્સિનની કામગીરી શરૂ થઈ ગઈ છે. આજે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, અમદાવાદ કલેકટર સંદીપ સાંગલે, DDO અરુણ કુમાર, અમદાવાદ જિલ્લા પોલીસવડા વીરેન્દ્રસિંહ યાદવ સહિતના અધિકારીઓએ સિવિલ હોસ્પિટલમાં ખાતે વેક્સિન લીધી છે. 25000 જેટલા પોલીસકર્મી, કોર્પોરેશન, વહિવટીતંત્રમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ મળી આશરે 3.5 લાખ કર્મચારીઓને વેક્સિન આપવાની આજથી શરૂઆત કરવામાં આવી છે. રોજના 300થી 400 પોલીસકર્મીઓને વેક્સિન આપવામાં આવશે.

    કોરોના સામેના રસીકરણના અભિયાનના પ્રથમ દિવસે ગુજરાતના 161 બૂથ પરથી રસી અપાઈ હતી. દરેક બૂથ પર 100 આરોગ્ય કર્મીઓને પ્રથમ દિવસે આ રસી આપવામાં આવી હતી. આમ પ્રથમ દિવસે 16,000થી વધુ આરોગ્ય કર્મચારીઓને રસી અપાઈ હતી. રાજ્યમાં છેલ્લા 15 દિવસથી અઠવાડિયામાં ચાર દિવસ ડોક્ટર, નર્સ સહિત પેરામેડિકલ અને સફાઈ સ્ટાફ મળી 4.60 લાખ વોરિયર્સમાંથી 2,46,414 હેલ્થ વર્કરોને કોવિશિલ્ડનો પહેલો ડોઝ અપાયો છે. ફ્રન્ટલાઈન વોરિયર્સના રસીકરણ બાબતે આરોગ્ય કમિશનર શિવહરેએ જણાવ્યુ કે, આજથી દરેક જિલ્લામાં કલેક્ટર તેમજ પોલીસ વડા સૌથી પહેલી રસી લશે. જેમા રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં રસી મુકાવીને શરૂઆત કરશે. જે રીતે હેલ્થ વર્કર્સને રસીનો પહેલો ડોઝ અપાયો છે તે જ રીતે ફ્રન્ટલાઈન વોરિયર્સ વેક્સિન અપાશે.

    કોરોના મહામારી સામેના જંગમાં ભારત દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન કરવા જઈ રહ્યું છે. ગુજરાતે પહેલાં ડેટાબેઝ તૈયાર કરી ચાર લાખથી વધુ હેલ્થકેરવર્કર્સ, 6 લાખથી વધુ ફ્રન્ટલાઇનવર્કર્સ, જેમાં પોલીસ, સફાઇકર્મચારી અને કોવિડની ડ્યૂટીમાં ડાયરેક્ટ ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે, એમ કુલ 11 લાખથી વધુ કોવિડ કર્મચારીઓને વેક્સિનનો ડોઝ પહેલા અપાયો છે. હવે આજથી ગુજરાતભરના ફ્રન્ટલાઈન વોરિયર્સ કોરોના વેક્સિન લેવા જઈ રહ્યા છે.

કોવિડ વેક્સિનના ટ્રાન્સપોર્ટેશન માટે કોલ્ડ ચેન ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ સરકારે કરી લીધી છે. વેક્સિન માટેની વ્યવસ્થા માટે 6 રીજનલ ડેપો તૈયાર કર્યા છે. કેન્દ્ર સરકાર તરફથી પણ વધારાની સાધન-સામગ્રી ગુજરાતને મળી છે. ગુજરાતમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વેક્સિન સેન્ટર પર પણ પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે. જેમા એક વેઇટિંગ રૂમ, એક વેક્સિન રૂમ અને વેક્સિન લીધા પછી વ્યક્તિને થોડો સમય ઓબ્ઝર્વેશનમાં રાખવા માટે પણ અલાયદો ઓબ્ઝર્વેશન રૂમ તૈયાર રખાયો છે.

* કઈ વેક્સિનથી કઈ આડઅસરની શક્યતા

* કોવિશીલ્ડ વેક્સિન લગાવી તે ભાગ નરમ પડી શકે છે. દર્દ, થાક, માંસપેશીઓમાં પીડા, અસ્વસ્થતા, સાંધાનો દુ:ખાવો અને ઠંડી પણ લાગી શકે છે.
* કોવેક્સિન વેક્સિન લગાવી તે ભાગમાં દર્દ, માથું દુ:ખવું, થાક, તાવ, શરીર-પેટમાં દુ:ખાવો, ઊલટી, ચક્કર આવવા, પરસેવો થવો અને ઠંડી લાગી શકે છે.

Download Our B K News Today App

Related News