રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ બાદ તંત્ર સફાળુ જાગી ગયુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-08 18:09:06
  • Views : 56
  • Modified Date : 2024-06-08 18:09:06

ગુજરાતભરમાં ફાયર સેફ્ટીને લઈને તંત્ર એકશનમાં આવ્યુ છે. રાજકોટના 18 વોર્ડમાં RMCની ટીમ દ્વારા ચકાસણી હાથ ધરી છે. ફાયર સેફટી અને ફાયર NOCને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. મનપાના વિવિધ વિભાગોની ટીમ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી છે. શાળા, કોલેજ, હોસ્પિટલો અને કોમર્શિયલ બિલ્ડિંગમાં તપાસ હાથ ધરવામાં આવે છે. પરમિશન વગરના એકમોને સીલ કરાયા છે. જો કે ગઈકાલે પણ 85 જેટલા સંકુલ સીલ કરાયા હતા.બીજી તરફ રાજકોટ-અગ્નિકાંડને લઇને ACBની તપાસ તેજ થઇ છે. TPO સાગઠિયાની મિલ્કતની ચકાસણી હાથ ધરાઇ છે. રાજકોટ સહિત જિલ્લાના અલગ અલગ રજીસ્ટ્રાર કચેરીમાંથી વિગતો મંગાવાઇ છે. વિગતોને આધારે ACB તપાસ કરીને કાર્યવાહી કરશે. સાગઠિયાની મિલ્કતોની તપાસ લાંબી ચાલી શકે છે. એક મહિના સુધી સાગઠિયાની મિલકતોની તપાસ થાય તેવી શક્યતા છે.

 

Download Our B K News Today App



Related News