ગાંધીનગરની ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં 12 કોરોનાનાં પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-10 15:33:53
  • Views : 247
  • Modified Date : 2021-04-10 15:33:53

    ગાંધીનગરની ચિલ્દ્રન યુનિવર્સિટી તેમજ આઈઆઈટીમાં કોરોનાનાં કેસો નોંધાયા બાદ વિખ્યાત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં પણ 12 જેટલાં લોકો કોરોનાનો શિકાર બની ચુક્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. ગાંધીનગરના ઇન્ફોસિટી વિસ્તારમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેકનોલોજી કેમ્પસમાં 13 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ છે. જે પૈકી મોટાભાગના સ્ટાફ કર્મચારીના પરિવારજનો સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. નિરમા ડાયરેક્ટરથી માંડીને પટાવાળા સુધીના 13 વ્યક્તિઓ કર્મચારીઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. ત્યારે ગાંધીનગરની આઈઆઈટીમાં પણ કોરોનાએ હાહાકાર મચાવતા 25 જેટલા વ્યક્તિઓને કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા.

    ત્યારે ગાંધીનગરમાં આવેલ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી માં પણ 12 જેટલાં લોકો સંક્રમિત થઈ ચુક્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે જેમાં કેમ્પસના ઇલેક્ટ્રિશિયન તેમજ તેના માતા-પિતા ઉપરાંત એડમીન સ્ટાફના બે કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ મળીને અત્યાર સુધીમાં 12 જેટલા લોકો કોરોના પોઝિિવ આવ્યાં છે. ગાંધીનગરની નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ડિઝાઇનિંગ તેમજ આઈઆઈટી કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ ગુજરાત નેશનલ લો યુનિવર્સીટીમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાઈ ચુક્યું છે.

    અત્યારે વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટેની કેન્ટીન તેમજ હોસ્ટેલ ચાલુ રાખવામાં આવી છે જે દર્શાવે છે કે કેમ્પસમાં વિદ્યાર્થીઓની હાજરી છે. બીજી તરફ સંક્રમણના કેસો વધતા સ્ટાફને વર્ક ફ્રોમ હોમનો આદેશ આપી દેવામાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News